Home /News /crime /ડોન દાઉદ ઇબ્રાહીમ બે વર્ષ પહેલા ભારત આવવા ઇચ્છતો હતો

ડોન દાઉદ ઇબ્રાહીમ બે વર્ષ પહેલા ભારત આવવા ઇચ્છતો હતો

ડોન કો પકડતા મુશ્લિક હી નહીં, નામુમકીન હૈ. દેશની પોલીસ આજે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને પકડવા માટે હવાતીયા મારી રહી છે. આ સંજોગોમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે કે બે વર્ષ અગાઉ ડોન ખુદ ભારત આવવા ઇચ્છતો હતો.

ડોન કો પકડતા મુશ્લિક હી નહીં, નામુમકીન હૈ. દેશની પોલીસ આજે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને પકડવા માટે હવાતીયા મારી રહી છે. આ સંજોગોમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે કે બે વર્ષ અગાઉ ડોન ખુદ ભારત આવવા ઇચ્છતો હતો.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ડોન કો પકડતા મુશ્લિક હી નહીં, નામુમકીન હૈ. દેશની પોલીસ આજે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને પકડવા માટે હવાતીયા મારી રહી છે. આ સંજોગોમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે કે બે વર્ષ અગાઉ ડોન ખુદ ભારત આવવા ઇચ્છતો હતો.

બે વર્ષ પહેલા યૂપીએ સરકાર વખતે દાઉદને ભારત પરત લાવવા અંગે ચર્ચા થઇ હતી. આ અહેવાલ એક અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિધ્ધ થયો છે. મુંબઇ બ્લાસ્ટના આરોપી દાઉદને પરત લાવવાના પ્રસ્તાવ અંગે દિલ્હીના મોટા મોટા વકીલોએ કોંગ્રેસના બે મોટા નેતાઓ સાથે ચર્ચા પણ કરી હતી. પરંતુ ડોનની શરતો સામે કોર્ટની સુનાવણીમાં રિસ્ક હોવાથી અટક્યું હતું.

અખબાર અનુસાર 2013માં દિલ્હીના વકીલ કે જે કોંગ્રેસના નેતા પણ છે એમણે પાર્ટીના મોવડી મંડળને જાણ કરી હતી કે, દાઉદ ઇબ્રાહીમ ભારત પરત આવવા માટે તૈયાર છે. યૂપીએ સરકારના ઉચ્ચ અધિકારીઓએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું કે દાઉદના પરત આવવા અંગેના પ્રસ્તાવ અંગે પાર્ટી અને સરકારમાં ઉચ્ચ સ્તરે વાતચીત થઇ હતી.

1993માં મુંબઇ સીરિયલ બોમ્બ વિસ્ફોટના બે દશકા બાદ પહેલી વખત દાઉદ ભારતમાં કેસની સુનાવણીને લઇને તૈયાર થયો હતો. ઇન્ડિયન એક્સપ્રેસના અનુસાર દાઉદના આ પ્રસ્તાવ સામે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને તત્કાલીન સુરક્ષા સલાહકાર શિવશંકર મેમન વચ્ચે પણ ચર્ચા થઇ હતી.
First published:

Tags: અંડર વર્લ્ડ ડોન, દાઉદ ઇબ્રાહિમ, મુંબઇ બોંબ વિસ્ફોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन