Home /News /crime /દાઉદના ખરાબ દિવસો શરૂ, UAEએ સંપત્તિઓની તપાસ શરૂ કરી!

દાઉદના ખરાબ દિવસો શરૂ, UAEએ સંપત્તિઓની તપાસ શરૂ કરી!

દુબઇઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. યુનાઇટેડ અરબ એમીરાતે (UAE) દાઉદ ઇબ્રાહિમના વિરૂદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી છે.

દુબઇઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. યુનાઇટેડ અરબ એમીરાતે (UAE) દાઉદ ઇબ્રાહિમના વિરૂદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી છે.

દુબઇઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. યુનાઇટેડ અરબ એમીરાતે (UAE) દાઉદ ઇબ્રાહિમના વિરૂદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી છે. દાઉદની તમામ બેનામી સંપત્તિઓ જપ્ત કરવાની દિશામાં કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

યુએઇના અધિકારીઓએ ભારતને જણાવ્યું કે, ગત સપ્તાહથી યુએઇમાં દાઉદની સંપત્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. યુએઇ સરકારે દાઉદની 50 થી વધુ સંપત્તિઓનું લીસ્ટ તૈયાર કર્યુ છે, જેમાંથી ઘણી સંપત્તિઓને જપ્ત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગત મહિનામાં પીએમ નરેન્દ્ર મોદી યુએઇના પ્રવાસે ગયા હતા. અને તેજ દરમિયાન ભારત અને યુએઇએ ત્યારે તમામ મુદ્દાઓ પર સમજૂતી કરાર કર્યા હતા. સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે દાઉદની સંપત્તિઓનું લીસ્ટ યુએઇ  સરકારને સોંપી હતી અને તેને જપ્ત કરવા અંગે માંગ કરી હતી.

ભારતની આ અપીલ બાદ હવે યુએઇ સરકાર હરકતમાં આવી છે અને દાઉદની પ્રોપર્ટીને જપ્ત કરવાની દિશામાં તપાસ તેજ કરી છે. યુએઇ સરકારની પહેલ ભારત સરકાર માટે એક મોટી સિદ્ધી માનવામાં આવી રહી છે.
First published:

Tags: અંડર વર્લ્ડ ડોન, કાર્યવાહી, જપ્ત, દાઉદ ઇબ્રાહિમ, દેશ વિદેશ, ભારત સરકાર, યુએઇ, સંપત્તિ, સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन