Home /News /crime /દર્દનાક ઘટના! યુવકે લગ્ન માટે ના પાડી તો યુવતી અને માતાએ યુવકને જીવતો સળગાવ્યો
દર્દનાક ઘટના! યુવકે લગ્ન માટે ના પાડી તો યુવતી અને માતાએ યુવકને જીવતો સળગાવ્યો
યુવકની હત્યાના આરોપી માતા-પુત્રી ઝડપાયા
Chhattisgarh crime news: રાયપુરથી પરત ફરતી વખતે મૃતકના પરિજનોએ વૈકુંઠપુર પોલીસને (vaikunth police) જાણ કરી હતી કે વેદપ્રકાશનું મોત પૂજા પ્રધાન અને તેની માતા દ્વારા પેટ્રોલ નાંખીને (mother and daughter burn boy alive) સળગાવવાથી થયું છે.
koria crime news: છત્તીસગઢના (Chhattisgarh news) કોરિયા જિલ્લાના (Koria crime case) વૈકુંઠપુરમાં ક્રૂરતાથી કરવામાં આવેલી હત્યાની એક સનસનીખેસ ઘટનાનો ખુલાસો થયો છે. અહીં પોલીસે દાવો કર્યો છે કે યુવકે લગ્ન કરવાની ના પાડતા એક યુવતી અને તેની માતાએ ભેગા મળીને યુવકને જીવતો સળગાવી દીધો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો હતો.
ચકચારી ઘટના અંગે વાત કરીએ તો વૈંકુઠપુરના તલવાપારામાં ગત 18 ઓગસ્ટે વેદપ્રકાશ ગંભીર રૂપથી સળગેલી હાલતમાં મળ્યો હતો. જિલ્લા હોસ્પિટલ વૈકુંઠપુર લઈ જવાયો હતો. યુવકની હાલત ગંભીર માનવામાં આવી રહી હતી. તેને જિલ્લો હોસ્પિટલ દ્વારા તત્કાલ રાયપુર રેફર કરવામાં આવ્યો હતો. અહીં કાલડા બર્ન હોસ્પિટલમાં સારવાર દરમિયાન 26 ઓગસ્ટે યુવકનું મોત નીપજ્યું હતું.
પરિજનોનો આરોપ રાયપુરથી પરત ફરતી વખતે મૃતકના પરિજનોએ વૈકુંઠપુર પોલીસને જાણ કરી હતી કે વેદપ્રકાશનું મોત પૂજા પ્રધાન અને તેની માતા દ્વારા પેટ્રોલ નાંખીને સળગાવવાથી થયું છે. ત્યારબાદ પોલીસની ટીમે રાજેન્દ્રનગર રાયપુરથી ડાયરી મંગાવી હતી.
ડાયરી અનુસાર યુવક પોતાના મરણોન્મુખ નિવેદનમાં જણાવ્યું હતું કે પૂજા પ્રધાન સાથે તેની પહેલા દોસ્તી થઈ હતી. ઘટના દિવસે પૂજાએ યુવકને ઘરે બોલાવ્યો હતો. ઘરમાં તેની માતા પણ હતી. માતા-પુત્રી લગ્ન કરવા માટે દબાણ કરતા હતા અને બ્લેકમેઈલ કરીને પૈસાની માંગણી કરી હતી.
લગ્ન માટે ના પાડતા પેટ્રોલ નાંખીને સળગાવ્યો યુવકના નિવેદન પ્રમાણે જ્યારે તેણે લગ્ન કરવાની ના પાડી તો પૂજા અને તેની માતાએ પેટ્રોલ નાંખીને આગ લગાવી દીધી હતી. પોલીસે કલમ 302, 384 આઈપીસી અંતર્ગત ગુનો નોંધીને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. વૈકુઠપુર ટીમે આરોપીની તપાસ શરુ કરીને ઘરે મોકલ્યા હતા.
ઘટના બાદ ફરાર બંને આરોપીઓ ઝડપાયા મળતી માહિતી પ્રમાણે ઘટનાના દિવસથી ઘરને તાળુ મારીને બંને ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન બાતમીદારોને જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓ તલવાપરામાં જોવા મળી હતી. જાણ થતાં તત્કાલ પોલીસે ઘેરાબંધી કરીને 21 વર્ષીય પૂજા અને 40 વર્ષીય મતા પ્રમિલા પ્રધાનની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર