દમણઃ બે જૂથ વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા

સંઘપ્રદેશ દમણના રીંગણવાડા માં બે જૂથો વચ્ચે સામાન્ય વાતમાં થયેલી માથાકુટમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રીંગણવાડામાં યુવકોના બે જૂથો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી, બબાલ અને મારામારીમાં એક યુવકે બીજા યુવક પર કાર ચડાવી કચડી નાંખતા વિપુલ કામળી નામના યુવકનું કરૂણ મોત નીપજ્યું છે.

સંઘપ્રદેશ દમણના રીંગણવાડા માં બે જૂથો વચ્ચે સામાન્ય વાતમાં થયેલી માથાકુટમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રીંગણવાડામાં યુવકોના બે જૂથો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી, બબાલ અને મારામારીમાં એક યુવકે બીજા યુવક પર કાર ચડાવી કચડી નાંખતા વિપુલ કામળી નામના યુવકનું કરૂણ મોત નીપજ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
વાપી# સંઘપ્રદેશ દમણના રીંગણવાડા માં બે જૂથો વચ્ચે સામાન્ય વાતમાં થયેલી માથાકુટમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રીંગણવાડામાં યુવકોના બે જૂથો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી, બબાલ અને મારામારીમાં એક યુવકે બીજા યુવક પર કાર ચડાવી કચડી નાંખતા વિપુલ કામળી નામના યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. તો આ મામલામાં દમણ પોલીસ દોડતી થઈ ગઈ હતી.

vap2

નાનકડો સંઘપ્રદેશ દમણ અવાર નવાર ચોરી, લૂંટ, ધાડ અને હત્યા જેવા ગંભીર ગુનાઓને લઈને હંમેશા ચર્ચાઓમાં રહ્યો છે. ત્યારે દમણના રીંગણવાડામા બનેલી એક ખતરનાક ઘટનાને કારણે દમણ ફરી એક વખત ગુનાખોરીની દુનિયામાં ચર્ચામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, ગઈ રાત્રે દમણના રીંગણવાડામાં આવેલ માહ્યાવંશી ફળિયા અને કામળી  ફલીયાના બે યુવકો વચ્ચે સમાન્ય વાતે બોલાચાલી થઈ હતી, જેમાં જગદીશ રાઠોડ અને વિપુલ કામળી નામના બે યુવકો વચ્ચે કોઈ વાતને લઈને બબાલ થયેલી, જેમાં જગદીશ નામના યૂવકે વિપુલને માર મર્યો હતો, જેની જાણ થતાં જ વિપુલના મિત્રો અને પરિવારજનો જગદીશના ઘરે પહોઁચ્યા અને ત્યાં ફરી બબાલ થઈ હતી.

vap1

વિપુલના પરિવારનું માનીયે તો જગદીશે ગુસ્સે ભરાઈને વિપુલ પર ઈનોવા કાર ચડાવી દીધી અને વિપુલને કાર નીચે કચડીને ક્રૂરતા પૂર્વક તેની હત્યા કરી જગદીશ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ વાયૂવેગે સમગ્ર વિસ્તારમાં થતા ઘટનાને લઈને ચકચાર મચી ગઈ હતી. ઘટનાને પગલે દમણ પોલીસે તપાસ હાથ ધરી છે.

vap3

મૃતક વિપુલના પરિવારજનો જગદીશ પર હત્યાનો આરોપ લગાવી રહ્યાં છે, જ્યારે જગદીશના પરિવારજનો કાઈ અલગ જ કહી રહ્યાં છે. આશ્ચર્યજનક રીતે જગદીશ રાઠોડને તેના પરિવારજનો વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી દીધો હતો અને તેના પરિવારજનો મૃતક વિપુલના પરિવાર પર આક્ષેપ કરી રહ્યાં છે. આમ બન્ને પરિવાર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યાં છે.

vap5

રાત્રિના અંધકારમાં દમણના છેવાડે આવેલ રીંગણવાડામાં બનેલી આ ઘટના હાલ સમગ્ર પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ઘટનાની જાણ થતા જ દમણ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને આ મામલે બન્ને પક્ષોના નિવેદનો લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તો ઘટના સ્થળે ફોરેન્સિક ટીમ પહોંચી હત્યામાં વપરાયેલ કારની તપાસ કરાઈ હતી અને અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા.

vap4

મહત્વપૂર્ણ છે કે, આ ઘટનામા બન્ને પક્ષો એક બીજા પર આક્ષેપ કરી રહ્યાં છે અને પોલીસ દોડતી થઈ છે. પરંતુ કરૂણ વાસ્તવિકતા એ છે કે, મૃતક વિપુલના માતા-પિતાએ એકનો એક લાડકવાયો ખોયો છે.

આમ આ પરિવારનો કમાનાર એકજ આધાર છીનવાઈ જતા પરિવાર પર જાણે દુઃખ ના પહાડ તૂટી પાડ્યા છે. જેથી સમગ્ર પ્રદેશમાં ગમગીની છવાઈ ગઈ છે. જો કે, આ ગુંચવનો વચ્ચે દમણ પોલીસ સત્ય શોધીને મૃતકના પરિવારને ક્યારે ન્યાય અપાવે છે તે જોવું રહ્યું.
First published: