Home /News /crime /

ગરબાડા તાલુકાના માજી પ્રમુખની પોલીસે અપહરણના કેસમાં કરી અટકાયત

ગરબાડા તાલુકાના માજી પ્રમુખની પોલીસે અપહરણના કેસમાં કરી અટકાયત

દાહોદ# ગરબાડા એપીએમસી ના સભાપતીની ચૂંટણી મુલત્વી રહેતા જ ડીરેકટરનું અપહરણ કરી ગયાની ફરીયાદના પગલે ગરબાડા તાલુકા માજી પ્રમુખની અટકાયત કરાઈ હતી. પોલીસ માજી પ્રમુખને પોલીસ સ્ટેશને લાવતા ટેકેદારો પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા.

  • News18
  • Last Updated :
દાહોદ# ગરબાડા એપીએમસી ના સભાપતીની ચૂંટણી મુલત્વી રહેતા જ ડીરેકટરનું અપહરણ કરી ગયાની ફરીયાદના પગલે ગરબાડા તાલુકા માજી
પ્રમુખની અટકાયત કરાઈ હતી. પોલીસ માજી પ્રમુખને પોલીસ સ્ટેશને લાવતા ટેકેદારો પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા.

3

દાહોદ જિલ્લાની ગરબાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીના અઢી વર્ષ પૂર્ણ થયા હોવાથી નવા સભાપતીની ચૂંટણી યોજવાની હતી. જેથી ભાજપના તાલુકા સભ્ય પ્રતાપ બામણીયાનું ગરબાડાના માજી પ્રમુખ કમલેશ માવી અને તેના 13 સાથીઓએ મળીને અપહરણ કર્યાની ફરીયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે ગરબાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની સામાન્ય સભામાં અને ચેરમેનની ચૂંટણીમાં ઉપસ્થિત તાલુકા માજી પ્રમુખ કમલેશ માવીની અટકાયત કરી હતી અને ત્યાર બાદ ગરબાડા એપીએમસી માંથી ગરબાડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. કમલેશ માવી દ્વારા અપહરણની ઘટનાનું ખંડન કરવામાં આવ્યું છે, જ્યારે પોલીસ ફરીયાદના આધારે પુછપરછ શરૂ કરી છે.
First published:

Tags: અટકાયત, અપહરણ, એપીએમસી, તાલુકા, દાહોદ, પોલીસ`, પ્રમુખ, ફરિયાદ, સભ્ય

આગામી સમાચાર