Home /News /crime /

બંધ મોબાઈલ નંબર થકી ખાતામાંથી ઉપાડ્યા રૂ.16 લાખ, ઠગબાજોનું પ્લાનિંગ જોઈ પોલીસ પણ ચોંકી

બંધ મોબાઈલ નંબર થકી ખાતામાંથી ઉપાડ્યા રૂ.16 લાખ, ઠગબાજોનું પ્લાનિંગ જોઈ પોલીસ પણ ચોંકી

પકડાયેલા સાઈબર ગઠિયા

cyber fraud in uttar pradesh: ભાનુ પ્રતાપ શર્માએ પોતાના ભાઈની સાથે દિલ્હીના અશોક નગરમાં ગૂગલ ઉપર એડ આપીને ઘરે બેઠા રેસ્ટોરન્ટ, ઢાબા અને બીજા ફૂડ સ્ટોલની FSSAI લાયસન્સ અપાવવાના નામ ઉપર ઠગાઈ આચરી હતી. તેણે છેલ્લા બે વર્ષમાં લોકો પાસેથી 1 કરોડથી વધારે રૂપિયા પડાવ્યા હતા.

વધુ જુઓ ...
  ગાઝિયાબાદઃ દેશની રાજધાની દિલ્હી પાસે આવેલા ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ગાઝિયાબાદમાં છેતરપિંડી નો ( cyber fraud in Ghaziabad) એક અજીબોગરબી કિસ્સો (OMG fraud case in uttar pradesh) સામે આવ્યો હતો. અહીં ઠગબાજોએ થોડા મહિના પહેલા બંધ થયેલા મોબાઈલ નંબરનો (Mobile number) ઉપયોગ કરીને એક વ્યક્તિના ખાતમાંથી 16 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જ્યારે છેતરપિંડી નો શિકાર બનેલા વ્યક્તિની બહેન જીએસટી વિભાગમાં (GST department) ડેપ્યુટી કમિશ્નર છે. આ મામલે મધુબન બાપૂધામ પોલીસ અને સાઈબર સેલે (cyber sell) ચાર ઠગબાજોની ધરપકડ કરી હતી. જોકે ઠગબોજોના આઈડિયાથી પોલીસ ચોંકી ગઈ હતી.

  આવી રીતે થયો 16 લાખની છેતરપિંડીનો ખેલ
  સીઓ સાઇબર સેલ અભય કુમાર મિશ્રાના જણાવ્યા પ્રમાણે ઠગીનો શિકાર થનાર ગૌરવ ગુપ્તા મધુબન બાપૂધાન વિસ્તારની એક કોલોનીમાં રહે છે. તેમનો આધાર અને બેન્ક ખાતામાં લિંક્ડ નંબર રિચાર્જ ન થવાના કારણે બંધ થયો હતો. આ દરમિયાન ગૌરવે બેન્ક ઓફ બરોડામાં નંબર અપડેટ કરાવવા માટે અરજી આપી હતી. પરંતુ એ અપડેટ થયો ન હતો. થોડા જ મહિના બાદ આ જ નંબરથી દિલ્હીમાં રેહનારા વિપિન રાઠૌરને અલોટ કરવામાં આવ્યો હતો. જ્યારે તેની પાસે બેન્ક સંબંધી મેસેજ આવ્યા તો આ અંગેની જાણકારી તેના મિત્ર ભાનુને આપી હતી. જે પહેલાથી જ આ પ્રકારના છેતરપિંડી માં માહિર છે.

  વિપિનની વાત સાંભળી ભાનુએ ફ્રોન્ડ કરવાનો બનાવ્યો પ્લાન
  વિપિન રાઠોરની વાત સાંભળ્યા બાદ ભાનુએ નંબર ચેક કર્યો તો જાણવા મળ્યું કે આ નંબર ગૌરવ ગુપ્તાના આધાર કાર્ડ અને એકાઉન્ટથી લિંક છે. ત્યારબાદ ભાનુએ વિપિન સાથે મળીને નકલી પેપર તૈયાર કરીને ફ્રોડનું પ્લાનિંગ શરુ કર્યું હતું. એટલું જ નહીં ભાનુએ પોાતના સાથીને 8 લાખ રૂપિયા આપવા માટે હા પણ પાડી હતી.

  આધાર કાર્ડ ડાઉનલોડ કરવા 1.30 લાખ રૂપિયામાં કર્યો સોદો
  ત્યારબાદ ભાનુએ દીપક નામના વ્યક્તિને ગૌરવ ગુપ્તાનું આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું કામ આપ્યું હતું. આ માટે 1.30 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. દીપકે યૂટ્યૂબ થકી માત્ર મોબાઈલ નંબર થકી આધાર કાર્ડ કાઢવાની રીત શોધી હતી. ગૌરવ ગુપ્તાનું આધાર કાર્ડ ડાઉનલોડ કરીને વિપિન રાઠોરનો ફોટો લગાવી દીધો. અને નકલી ડોક્યૂમેન્ટના આધારે બેન્ક ઓફ બરોડામાં ગૌરવ ગુપ્તાના ખાતા સાથે જોડાયેલું નવું ડેબિટ કાર્ડ ઈશ્યૂ કરાવી લીધું હતું.

  ત્યારબાદ ત્રિલોક શર્માએ ડેબિટ કાર્ડ થકી ગૌરવ ગુપ્તાના ખાતમાંથી નેટ બેકિંગના સહારે 16 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. અને રકમની વહેંચણી પણ કરી લીધી હતી. આ ઉપરાં ત્રિલોક શર્માએ એક જુની અર્ટિગા કાર પણ ખરીદી હતી. આમ પોતાની સાથે છેતરપિંડી ની જાણકારી થતાં જ ગૌરવ ગુપ્તાએ 31 જુલાઈએ મધુબન બાપૂધામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અને સાઈબર સેલ ભારે જહેમતબાદ આરોપીઓની ધરપકડ કરી હતી.

  ફૂડ લાઈસન્સના નામ પર એક કરોડની ઠગાઈ
  પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે 16 લાખની ઠગીનો માસ્ટરમાઈન્ડ ભાનુ પ્રતાપ શર્માએ પોતાના ભાઈની સાથે દિલ્હીના અશોક નગરમાં ગૂગલ ઉપર એડ આપીને ઘરે બેઠા રેસ્ટોરન્ટ, ઢાબા અને બીજા ફૂડ સ્ટોલની FSSAI લાયસન્સ અપાવવાના નામ ઉપર ઠગાઈ આચરી હતી. તેણે છેલ્લા બે વર્ષમાં લોકો પાસેથી 1 કરોડથી વધારે રૂપિયા પડાવ્યા હતા.

  આ પણ વાંચોઃ- પતિએ ક્રૂરતાની હદ વટાવી! અમદાવાદઃ વિદેશમાં બેશીને વીડિયો કોલ ઉપર પત્ની પાસે 'ગંદુ કામ' કરાવી પતિ લેતો વિકૃત આનંદ

  આ પણ વાંચોઃ-પતિ નીકળ્યો દગાબાજ તો 10 વર્ષ સુધી ન કર્યું સેક્સ, પત્નીએ વ્યક્ત કરી દર્દભરી કહાની

  આ મામલે એસપી સિટી નિપુણ અગ્રવાલે જણાવ્યા પ્રમાણે પકડાયેલા આરોપીઓના નામ ભાનુ પ્રતાપ શર્મા, ત્રિલોક શર્મા, દીપક અને વિપિર રાઠોર છે. આ આરોપીઓ પાસેથી અનેક મોબાઈલ, 20થી વધારે એટીએમ, 5 લાખ રૂપિયા રોકડા અને ઠગીની રકમથી ખરીદેલી અર્ટિગા કાર જપ્ત રકી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: CYBER CRIME, Fraud case, ઉત્તરપ્રદેશ, ગુનો

  આગામી સમાચાર