લખનૌ એરપોર્ટ ઉપર મહિલા કર્મચારીનું શંકાસ્પદ મોત, PM માટે પરિવારનો ઇન્કાર

News18 Gujarati
Updated: October 5, 2019, 8:57 PM IST
લખનૌ એરપોર્ટ ઉપર મહિલા કર્મચારીનું શંકાસ્પદ મોત, PM માટે પરિવારનો ઇન્કાર
મૃતક પ્રિયંકા ચૌધરીની ફાઇલ તસવીર

ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ ઉપર ઇન્ડિગો એરલાઇન્સમાં કામ કરનારી કસ્ટમર સર્વિસ આસિસ્ટન્ટ પ્રિયંકા ચૌધરીને ફરજ દરમિયાન અચાનક ચક્કર આવવા લાગ્યા હતા.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી, લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં (Lucknow) ચૌધરી ચરણસિંહ એરપોર્ટ (Chaudhary Charan Singh Airport) ઉપર ઇન્ડિગો એરલાઇન્સમાં (IndiGo Airlines) કામ કરનારી કસ્ટમર સર્વિસ આસિસ્ટન્ટ (CSA)(Customer Service Assistant)પ્રિયંકા ચૌધીરનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું હતું. શુક્રવારે રાત્રે તેને ચક્કર આવ્યાની ફરિયાદ હતી. ત્યારબાદ તેને એપોલો હોસ્પિટલમાં (Apollo Hospital) દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રિયંકા અસ્થમાની દર્દી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ ઘટના સરોજિની નગર વિસ્તારની છે. મળતી માહિતી પ્રમાણે સરોજિની નગરમાંચૌધરી ચરણ સિંહ એરપોર્ટ ઉપર ઇન્ડિગો એરલાઇન્સમાં કામ કરનારી કસ્ટમર સર્વિસ આસિસ્ટન્ટ પ્રિયંકા ચૌધરીને ફરજ દરમિયાન અચાનક ચક્કર આવવા લાગ્યા હતા. એરલાઇન્સ સ્ટાફે તેને સારવાર માટે પ્રિયંકાને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી.

આ પણ વાંચોઃ-પ્રેમી સાથે પત્નીને સેક્સ માણતા જોઇ ગયો પતિ અને પછી...

પ્રિયંકાના મોતના સમાચાર મળતા જ પરિવારજના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી. પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. એરપો્રટ ઉપર મહિલા કર્મચારીનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થવાથી એરપોર્ટ ઉપર ચકચાર મચી ગઇ હતી. આ મામલે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી નથી.

આ પણ વાંચોઃ-30 લોકોએ 2 વર્ષ સુધી કર્યો સગીરાનો રેપ, સગીરાની ઈચ્છા નહી પિતાને થાય જેલ

પોલીસ (Police) દ્વારા પોસ્ટમોર્ટમ (Postmortem)કરાવવાની માંગ ઉપર પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો. જોકે, પ્રિયંકાની મોટી બહેન લખનૌ પહોંચે તેની રાહ જોવામાં આવી રહી છે. જોકે, પોલીસ આ અંગે તપાસમાં લાગી ગઇ છે.આ પણ વાંચોઃ-પુત્રના ઇલાજના નામે મહિલા કોન્સ્ટેબલ સાથે મૌલવીએ કર્યું આ ગંદુ કામ

ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ ઉપર કર્મચારીના શંકાસ્પદ મોતના પગલે અન્ય કર્મચારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરવા માટે ઇન્કાર કેમ કર્યો એ પણ સવાલ અન્ય લોકોમાં ઊઠી રહ્યો છે.
First published: October 5, 2019, 8:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading