Home /News /crime /જયુપરમાં 5 સ્ટાર હોટલમાં પુત્રીના લગ્ન પહેલા જ કરોડો રૂપિયાના દાગીનાની ચોરી, મહેમાન બનીને આવ્યો હતો ચોર
જયુપરમાં 5 સ્ટાર હોટલમાં પુત્રીના લગ્ન પહેલા જ કરોડો રૂપિયાના દાગીનાની ચોરી, મહેમાન બનીને આવ્યો હતો ચોર
ફાઈવ સ્ટાર હોટલની તસવીર
Rajasthan crime news: મહારાષ્ટ્રનો એક પરિવાર (Maharashtra family) પોતાની પુત્રીની ડેસ્ટીનેશન વેડિંગ (destination wedding) માટે જયપુર આવ્યો હતો. ખાસ વાત એ છે કે આજે શુક્રવારે જ લગ્ન હતા.
જયપુરઃ રાજસ્થાનની રાજધાની (Rajasthan) જયપુરની (Jaipur) એક ફાઈવ સ્ટાર હોટલમાં (theft in five star hotel) બે કરોડ રૂપિયાના દાગીનાની ચોરીનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રનો એક પરિવાર (Maharashtra family) પોતાની પુત્રીની ડેસ્ટીનેશન વેડિંગ (destination wedding) માટે જયપુર આવ્યો હતો. ખાસ વાત એ છે કે આજે શુક્રવારે જ લગ્ન હતા. પરંતુ એક અજ્ઞાત માણસ પરિવારનો સભ્ય બનીને હોટલમાં પહોંચ્યો હતો. અને હોટલકર્મચારીઓ પાસેથી ચાવી લઈને લોકરમાંથી આભુષણો લઈ ફરાર થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ (police) ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજસ્થાન ઘણા લોકોનું ફેવરિટ છે. પરંતુ મહારાષ્ટ્રના એક પરિવાર માટે તે મુસીબતનું કારણ બની ગયું છે. વાસ્તવમાં મહારાષ્ટ્રનો એક પરિવાર તેમની દીકરીના લગ્ન માટે ગુરુવારે જયપુર આવ્યો હતો. પરંતુ લગ્ન પહેલા પરિવાર સાથે એક મોટો અકસ્માત થયો હતો.
આરોપી પરિવાર સાથે આવ્યો હતો પરિવારે જયપુરના JLN રોડ પર સ્થિત ફાઇવ સ્ટાર હોટેલમાં તેમના મહેમાનો માટે 45 રૂમ બુક કરાવ્યા હતા. ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યે હોટેલમાં ચેક ઇન કર્યા પછી પરિવાર અને મહેમાનો રાત્રે મહિલા સંગીત માટે સિરસી રોડ પરના બગીચામાં ગયા હતા. આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ હોટલ પર પહોંચ્યો હતો અને પરિવારનો સભ્ય હોવાનો ડોળ કરીને હોટલ સ્ટાફ પાસેથી રૂમની ચાવી લઈ લીધી હતી. આ પછી રૂમમાં જ બનાવેલું લોકર હોટલના સ્ટાફ પાસેથી પાસવર્ડ લઈને ઘરેણાં અને રોકડ લઈને તફડાવ્યા હતા.
પીડિતાએ આ અંગે જવાહર સર્કલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે 2 કરોડ રૂપિયાના હીરાના સેટ અને 96 હજાર રોકડની ચોરી થઈ છે. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
હોટલ પ્રશાસને પોતાનો પક્ષ રાખ્યો હતો આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સાથે જ પોલીસ પણ આ મામલે હોટલ પ્રશાસનની બેદરકારીની વાત કરી રહી છે. બીજી તરફ હોટલ પ્રશાસનનું કહેવું છે કે સીસીટીવીમાં દેખાતો શકમંદ પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. આ બાબતમાં કોઈ શંકા ન હતી.
જવાહર સર્કલ પોલીસ સ્ટેશન સીસીટીવીમાં દેખાતા શકમંદને શોધી રહી છે. આ મામલે હોટલ કર્મચારીઓ, ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર