બિનવારસી સમજી લાશના અંતિમ સંસ્કાર કરી દેવાતા પરિવારનો હોબાળો

વલસાડ: પોલીસે વલસાડની કસ્તુરબા હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં પડેલી બે લાશ પૈકી વારસો ધરાવતી લાશને બીન વારસી સમજીને હિન્દુ વિધિ મુજબ અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારે મૃતકના પરિવારજનોએ આ મામલે હોબાળો મચાવ્યો હતો.

  • Web18
  • Last Updated :
  • Share this:
વલસાડ: પોલીસે વલસાડની કસ્તુરબા હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં પડેલી બે લાશ પૈકી વારસો ધરાવતી લાશને બીન વારસી સમજીને હિન્દુ વિધિ મુજબ અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારે મૃતકના પરિવારજનોએ આ મામલે હોબાળો મચાવ્યો હતો.

21મી જુલાઇએ સાંજે વલસાડ રેલવે પોલીસે ટ્રેનની અડફેટે મોતને ભેટેલા અબબાસ શેખ(ઉ.વ.18,મુંબઇ)ની લાશ કોલ્ડ સ્ટોરેજના રૂમમાં મુકી હતી. અહીં અગાઉથી એક બીનવારસી લાશ પણ મુકવામાં આવી હતી. ત્યારે ગઇકાલે સાંજે વાપી પોલીસ મથકના હે.કો. સલીમ શેખ બિન વારસી મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાશનો કબજો લેવા પહોંચ્યા હતા. તેઓ બિનવારસી લાશને બદલે અબ્બાસ શેખની લાશ લઇ ગયા હતા. અને તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.

જ્યારે રાત્રે અબ્બાસના પરિવારજનો અહીં મૃતદેહનો કબજો લેવા આવ્યા હતા. ત્યારે અન્ય બિનવારસી લાશ તેમને દેખાડતા પરિવારે હોબાળો મચાવ્યો હતો.
First published: