Home /News /crime /હે કળીયુગ, પિતરાઇ ભાઇઓનો 14 વર્ષિય બહેન પર પાશવી બળાત્કાર
હે કળીયુગ, પિતરાઇ ભાઇઓનો 14 વર્ષિય બહેન પર પાશવી બળાત્કાર
આતંકવાદીઓને પણ શરમાવે એવી ઘટના મહેસાણા જિલ્લામાં બની છે. સગા પિતરાઇ ભાઇઓએ સગીરા બહેન પર વારંવાર બળાત્કાર ગુજાર્યાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. સગીરાને ગર્ભ રહી જતાં પરિવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. લાકડા વીણવા જતી ૧૪ વર્ષીય પિતરાઇ બહેનના અંધ ભાઈને બાજુમાં બેસાડીને પિતરાઈ ભાઈઓ બળાત્કાર ગુજારતા હતા.

મહેસાણા # આતંકવાદીઓને પણ શરમાવે એવી ઘટના મહેસાણા જિલ્લામાં બની છે. પિતરાઇ ભાઇઓએ સગીરા બહેન પર બળાત્કાર ગુજાર્યાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. સગીરાને ગર્ભ રહી જતાં પરિવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. લાકડા વીણવા જતી ૧૪ વર્ષીય પિતરાઇ બહેનના અંધ ભાઈને બાજુમાં બેસાડીને પિતરાઈ ભાઈઓ બળાત્કાર ગુજારતા હતા.
મહેસાણાના લાંઘણજ નજીક આવેલ ખદલપુર ગામની એક સગીરા પર પિતરાઈ ચાર ભાઈઓએ જ વારંવાર પાશવી બળાત્કાર ગુજાર્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. લાંઘણજના ખદલપુર ગામે રહેતી ૧૪ વર્ષીય કિશોરી પોતાના અંધ ભાઈને લઈને લાકડા વીણવા જતી હતી ત્યારે ગામમાં જ રહેતા દશરથજી મફાજી ઠાકોર, વિનુજી અરજણજી ઠાકોર, કાનજી અરજણજી ઠાકોર અને મુકેશ કલાજી ઠાકોર નામના યુવકોએ છેલ્લા છ મહિનામાં અલગ અલગ સમયે બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરીની સાથે આવતા તેના અંધ ભાઈને એક યુવક બાજુમાં બેસાડી દેતો હતો. અને બીજો યુવક બળાત્કાર ગુજારતો હતો. છ મહિના પહેલા શરૂ કરેલી બળાત્કાર ગુજારવાની ઘટના બાદ બીજા યુવકોએ પણ પાંચ મહિના પહેલા, અને બે મહિના પહેલા બળાત્કાર ગુજાર્યો હતો.
લાંઘણજ પોલીસના જણાવ્યા અનુસાર ચાર શખ્સો પૈકી એક એ છ મહિના અગાઉ, બીજાએ પાંચ મહિના અગાઉ, ત્રીજાએ ત્રણ માસ અગાઉ, ચોથાએ બે માસ અગાઉ આ લાકડા વીણવા જતી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. પરિવારની ફરિયાદને આધારે ચારની ધરપકડ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર