Home /News /crime /શામળાજીઃઝેરી દવા ગટગટાવી પ્રેમી યુગલનો ખેતરમાં આપઘાત

શામળાજીઃઝેરી દવા ગટગટાવી પ્રેમી યુગલનો ખેતરમાં આપઘાત

મોડાસા : અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તાર ના ખોડંબા ગામે હાઈવેની બાજુના ખેતરમાંથી અજાણ્યા પ્રેમી-યુગલની વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. બંનેએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું મનાય છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
મોડાસા : અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તાર ના ખોડંબા ગામે હાઈવેની બાજુના ખેતરમાંથી અજાણ્યા પ્રેમી-યુગલની વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. બંનેએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું મનાય છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

શામળાજી પાસે આવેલા ખોડંબા ગામે દિલ્હી હાઈવેની બાજુમાં આવેલા ખેતર માંથી આજ રોજ સવારે અજાણ્યા યુવક યુવતીની લાશ મળી આવી હોવાની જાણ ખેતર માલિક કનુભાઈ પટેલને થતા માલિકે શામળાજી પોલીસને જાણ કરતા શામળાજી પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી.

ઘટના સ્થળે આવી તપાસ કરતા બંને લાશો કહોવાયેલી હાલતમાં વિકૃત પરિસ્થિતિ માં જણાઈ આવી હતી. જેથી આ લાશો ચાર પાંચ દિવસની હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે. સાથે સાથે ઘટના સ્થળની બાજુમાંથી દવાની બોટલ તથા દવાના પાઉચ પણ મળી આવ્યા હતા. જેથી આં પ્રેમી યુગલે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણમાં પોલીસ જણાવી રહી છે.

જો કે સાચી હકીકત પીએમ તથા એફએસએલ રીપોર્ટ આવ્યા બાદજ ખ્યાલ આવે તેમ છે. હાલ તો પોલીસે બંને મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
First published:

Tags: આપઘાત, ક્રાઇમ, ખેતર, પોલીસ`, પ્રેમી પંખીડા, મોત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन