'ડિપ્રેશનને દૂર કરવા આત્મહત્યા જ વિકલ્પ,' પ્રેમિકાનું ગળું કાપી પ્રેમીનો આપઘાત

News18 Gujarati
Updated: November 28, 2018, 10:43 AM IST
'ડિપ્રેશનને દૂર કરવા આત્મહત્યા જ વિકલ્પ,' પ્રેમિકાનું ગળું કાપી પ્રેમીનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

યુવતીનો મૃતદેહ જે રૂમમાંથી મળી આવ્યા તેની દીવાલ પર, "આપણ બધા શેતાન છીએ," "આપઘાત કરવો એ ડિપ્રેશનને દૂર કરવાનો અંતિમ રસ્તો છે" જેવા સંદેશ લખ્યાં હતાં.

  • Share this:
નવી દિલ્હીઃ 'ડિપ્રેશનને દૂર કરવા આત્મહત્યા એકમાત્ર વિકલ્પ છે', 'અસ્તિત્વથી ઘણું સહન કરવું પડી રહ્યું છે.' દિલ્હીના છતરપુર વિસ્તારમાં એક યુવકે તેની લીવ-ઈવ પાર્ટનરનું ગળું કાપીને હત્યા કરીને પોતે પણ આપઘાત કરતા પહેલા કંઈક આવા જ સંદેશ ઘરની દીવાલ પર રંગોથી પેઇન્ટ કર્યા હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે 26 વર્ષીય યુવકને આશંકા હતી કે તેની લીવ-ઈન પાર્ટનર તેની સાથે વિશ્વાસઘાત કરી રહી છે. આથી તેણે તેણીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીની હત્યા કર્યા બાદ યુવકે તે જે ઘરમાં રહેતા હતા તેની દીવાલ પેઇન્ટ કરી હતી. એટલું જ નહીં તેણે ઘરના અરીસા અને ફ્લોર પર પણ કાળા અને લાલ રંગથી પેઇન્ટિંગ કર્યું હતું.

માહિતી પ્રમાણે યુવકની લીવ-ઈન પાર્ટનરને પેઇન્ટિંગનો શોખ હતો. યુવકે તેણીની હત્યા કર્યા બાદ તેણીની પેન્સિલ અને કલરથી બે પાનાની એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં યુવકે પોતે યુવતીને ખૂબ પ્રેમ કરતો હોવાનું તેમજ બંનેની ખાસ ક્ષણો કેદ હતી તે મોબાઇલ ફોન ગુમ થઈ ગયો હોવાની વાત લખી હતી.

યુવક અને યુવતીની સાથે આ ફ્લેટમાં અન્ય એક યુવક પણ રહેતો હતો, જે આપઘાત કરી લેનાર યુવકનો મિત્ર હતો. સૂત્રના જણાવ્યા પ્રમાણે યુવકે આપઘાત પહેલા ફ્લેટના દરવાજા પર લખ્યું હતું કે, "તું બચી ગયો."

આ પણ વાંચોઃ I love u my love, I am Sorry: સુરતમાં પ્રેમીએ કર્યો આપઘાતનો પ્રયાસ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુગલના ફ્લેટમાંથી બે ડાયરી પણ મળી છે. આ ડાયરીમાં બંનેએ પોતાની ખાસ ક્ષણોનું વર્ણન કર્યું છે, તેમજ તેમની રોજિંદી જિંદગી વિશેની નોંધ લખી છે.યુવતીનો મૃતદેહ જે રૂમમાંથી મળી આવ્યા તેની દીવાલ પર, "આપણ બધા શેતાન છીએ," "આપઘાત કરવો એ ડિપ્રેશનને દૂર કરવાનો અંતિમ રસ્તો છે," "અસ્તિત્વથી ઘણું સહન કરવું પડી રહ્યું છે," "હું આત્મઘાતી છું," "વિશ્વાસઘાત" જેવા સંદેશ પેઇન્ટ કરેલા હતા.

મળતી માહિતી પ્રમાણે યુવક ડિજિટલ માર્કેટિંગમાં એક્ઝિક્યુટિવની નોકરી કરતો હતો. તેમજ 23 વર્ષની એક ગ્રાફિક ડિઝાનર યુવતી સાથે આ વર્ષના જુલાઈ મહિનાથી લીવ-ઈન પાર્ટનર તરીકે રહેતો હતો.

આ પણ વાંચોઃ નવસારી એગ્રી યુનિ.ના પ્રોફેસરના પુત્રનો ગળાફાંસો ખાઈને આપઘાત

આ કેસની તપાસ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આપઘાત કરી લેનાર યુવકે જે રીતે દીવાલ પર સંદેશ લખ્યા છે તેના પરથી આ કેસની મનોવૈજ્ઞાનિક ઢબે તપાસ જરૂરી છે." નોંધનીય છે કે થોડા મહિનાઓપહેલા દિલ્હીમાં એક પરિવારના 11 સભ્યોએ સામુહિક આપઘાત કરી લીધો હતો. આ કેસે આખા દેશમાં ખૂબ ચર્ચા જગાવી હતી.
First published: November 28, 2018, 8:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading