યુગલે ઉબેર ડ્રાઇવરની કરી હત્યા, બોડીને કટરથી કાપી ટુકડાં ફેંકી દીધાં

પોલીસે ફરહત અલી કે જે ઉત્તર પ્રદેશના અમરોહાનો વતની છે અને તેની પાર્ટનર સીમા શર્માની ધરપકડ કરી હતી.

News18 Gujarati
Updated: February 5, 2019, 3:41 PM IST
યુગલે ઉબેર ડ્રાઇવરની કરી હત્યા, બોડીને કટરથી કાપી ટુકડાં ફેંકી દીધાં
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 5, 2019, 3:41 PM IST
નવી દિલ્હી : સોમવારે રાજધાની નવી દિલ્હીમાંથી લીવ-ઈનમાં રહેતા એક યુગલની ઉબેરના ડ્રાઇવરની હત્યા કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. યુગલે ડ્રાઇવરની હત્યા બાદ લૂંટ ચલાવી હતી તેમજ તેના શરીરના ટુકડા કરીને તેને ગટરમાં ફેંકી દીધા હતા.

ડેપ્યુટી પોલીસ કમિશ્નર વિજયન્તા આર્યએ કહ્યું કે, "એક સીસીટીવી ફુટેજના આધારે 34 વર્ષીય ફરહત અલી અને તેની પાર્ટનર સીમા શર્મા(30)ની રવિવારે ધરપકડ કરવામાં આવી છે. જેની હત્યા કરવામાં આવી છે તે ઉબેરના ડ્રાઇવરની ઓળખ રામ ગોવિંદ તરીકે કરવામાં આવી છે."

મૃતકની પત્નીએ 29મી જાન્યુઆરીના રોજ દિલ્હી પોલીસમાં પોતાનો પતિ ગુમ થયાની ફરિયાદ આપી હતી. મહિલા પોતાના પતિ સાથે પૂર્વ દિલ્હીના શકરપુર વિસ્તારમાં રહેતી હતી. મહિલાનો પતિ ઉબેર કેબ ચલાવતો હતો.

પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, "તપાસ દરમિયાન આ કેસમાં પોલીસને કોઈ જ કડી મળી રહી ન હતી. કારણ કે આ બાબતના કોઈ જ પુરાવા ન હતા. ડ્રાઇવરે કેબની છેલ્લી ટ્રીપ મદનગીરથી કપાશેરા બોર્ડરની કરી હતી, જે બાદમાં કેબનું જીપીએસ ટ્રેકર બંધ થઈ ગયું હતું. સર્વેલન્સ ટીમની મદદથી અમને ગોવિંદનો ફોન મળી આવ્યો હતો, જે બાદમાં પોલીસની એક ટીમને માલુમ પડ્યું હતું કે તેની કેબની આસપાસ કોઈ યુગલ ફરી રહ્યું છે."

આ પણ વાંચો : પછાત જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પિતાએ 20 વર્ષની દીકરીને પતાવી દીધી

પોલીસ ટીમે મેહરોલી-ગુરુગ્રામ રોડ પર તપાસ કરતા આ યુગલની ઓળખ ફરહત અલી કે જે ઉત્તર પ્રદેશના અમરોહાનો વતની છે અને તેની પાર્ટનર સીમા શર્માની ધરપકડ કરી હતી.
તપાસ દરમિયાન બંનેએ જણાવ્યું હતું કે, "29મી જાન્યુઆરીના રોજ બંનેએ એમજી રોડથી ગાઝિયાબાદ જવા માટે ગોવિંદની કેબ ભાડે કરી હતી. ગાઝિયાબાદ ખાતે બંને ભાડાના મકાનમાં રહેતા હતા. રસ્તામાં બંનેએ ગોવિંદને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન પ્રમાણે બંને ગોવિંદને પોતાના ઘરે લઈ ગયા હતા અને તેને ચા પીવડાવી હતી. યુગલે ગોવિંદની ચામાં બેભાન કરવાની દવા ભેળવી દીધી હતી."

બાદમાં બંનેએ ગોવિંદની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. બીજી દિવસે બંનેએ કટર અને બ્લેડની વ્યવસ્થા કરી હતી અને ગોવિંદના શરીરના નાનાં-નાનાં ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં બોડીના અલગ અલગ પાર્ટ્સને ત્રણ બોક્ષમાં ભરીને ગ્રેટર નોઇડાની એક ગટરમાં ફેંકી દીધા હતા.

પોલીસના તપાસ દરમિયાન ગોવિંદની કાર અને મોબાઇલ ફોન યુગલ પાસેથી મળી આવ્યા હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યા પાછળનો ઉદેશ્ય પૈસાની તંગી હતો.
First published: February 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...