Home /News /crime /રસ્તા વચ્ચે જ થયો પતિ પત્ની વચ્ચે ઝગડો, બાઈક રોકીને બંનેએ પુલ પરથી લગાવી નદીમાં મોતની છલાંગ, પતિનું મોત
રસ્તા વચ્ચે જ થયો પતિ પત્ની વચ્ચે ઝગડો, બાઈક રોકીને બંનેએ પુલ પરથી લગાવી નદીમાં મોતની છલાંગ, પતિનું મોત
પત્નીને બચાવી લેવાઈ
couple jumped into river in bihar: મૃત યુવકના પહેલા એક બીજી છોકરી સાથે લગ્ન થયા હતાં તેનાં ગામની છોકરી સાથે પ્રેમ-સંબંધ ચાલતો હતો. એ વાતને લઇ બને વચ્ચે વિવાદ ચાલતો હતો. પટોરી પોલીસને ઘટના સ્થળેથી યુવકની બાઇક પણ કબ્જામાં કરી લીધી છે.
સમસ્તીપુર:પતિ પત્ની વચ્ચે ઝગડા (husband wife fight) થવા સામાન્ય છે પરંતુ ક્યારેક આવા ઝઘડાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય છે. આવી જ એક ઘટના બિહારનામાં સામે આવી હતી. અહીં બિહારના (Bihar news) સમસ્તીપુરમાં એક કપલે (couple jumped into river) મામૂલી ઝગડા બાદ ઘરેથી ભાગી નીદના પાણીમાં છલાંગ લગાવી આત્મહત્યા (suicide) કરી હતી. આ ઘટનામાં યુવકનું મૃત્યું (boy death) થઇ ગયું હતું. અને યુવતીને તરવૈયાઓએ બચાવી લીધી છે. આ મમાલો સમસ્તીપુર પટોરીના અનુમંડલ ક્ષેત્રનો છે. બચી ગયેલ યુવતીએ કહ્યું મૃત યુવક મારો પતિ છે. આ ઘટનાનું કારણ પતિ-પત્ની (husband-wife fight) વચ્ચે ચાલી રહેલ વિવાદ હતો.
બાઇક પર સવાર થઈને પતિ-પત્ની પટોરી થાના ક્ષેત્રનાં વીંદગામા ચકસાહુ રોડના કલકલિયા પુલેથી જઈ રહ્યા હતાં.ત્યાં બંને વચ્ચે વિવાદ થતાં પાણીમાં છલાંગ મારી.ત્યાં માછીમારો હાજર હતા ઘટના જોવે છે ને તરત જ માછીમારોએ તે બંનેને બચાવવાની કોશિશ કરી પરંતુ યુવકનું મૃત્યું થયું અને માછીમારો દ્વારા યુવતીને બચાવી લેવાઈ હતી.
મૃત યુવકની ઓળખ વૈશાલી ઝિલે મહેનર થાના વિસ્તારમાં આવેલા હસનપુર જુનૈદ ગામમાં વોર્ડ નંબર 11નાં અવિનાશ કુમાર પટેલ તરીકે થઇ છે.યુવતીની ઓળખ મોહિઉદીન નગરનાં હરૈલ ગામની સોનાક્ષી કુમારી તરીકે કરવામાં આવી છે. વાસ્તવમાં બને વચ્ચે કોઈ વિવાદ ચાલતો હતો.
તે દરમિયાન કોઈ સાથે વીડિયો કોલ પર વાત (talking on video call) થઇ રહી હતી અને પછી બંને નદીમાં કૂદી ગયા હતા. સ્થાનિક ગ્રામજનોએ ઘટનાની સૂચના પટોરી પોલીસને આપી દીધી છે.
સોસાયટીમાં ચર્ચા થતી હતી કે મૃત યુવકના પહેલા એક બીજી છોકરી સાથે લગ્ન થયા હતાં તેનાં ગામની છોકરી સાથે પ્રેમ-સંબંધ ચાલતો હતો. એ વાતને લઇ બને વચ્ચે વિવાદ ચાલતો હતો. પટોરી પોલીસને ઘટના સ્થળેથી યુવકની બાઇક પણ કબ્જામાં કરી લીધી છે.
ઘટના સંદર્ભે પટોરી-પોલિસ અધ્યક્ષ મુકેશ કુમારે કહ્યું કે તપાસ કરતાં સમયે જે કઈ મળશે તેના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પતિ પત્નીનો ચાલુ બાઈક ઉપર ઝગડો થવો અને પછી બંનેએ નદીમાં મોતની છલાંગ લગાવવી આ સમગ્ર ઘટના વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર