Home /News /crime /

ઉત્તરપ્રદેશમાં પોલીસની ગૂંડાગર્દી, પોલીસ સ્ટેશનમાં મહિલાને જીવતી સળગાવી

ઉત્તરપ્રદેશમાં પોલીસની ગૂંડાગર્દી, પોલીસ સ્ટેશનમાં મહિલાને જીવતી સળગાવી

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પોલીસ સ્ટેશનમાં એક મહિલાને જીવતી સળગાવી દેવાની ગંભીર ઘટના સામે આવી છે. રૂવાડા ઉભા કરી દેનારો આ કિસ્સો બારાબંકીના કોઠી કેસરગંજ પોલીસ સ્ટેશનનો છે. આરોપ છે કે મહિલાને જીવતી સળગાવતાં પહેલા પોલીસ સ્ટેશન અધિકારી રાય સાહબ યાદવ અને જમાદાર અખિલેશ રાયે મહિલા સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત મહિલાએ છેલ્લા શ્વાસ વખતે પોતાના નિવેદનમાં પણ આ બંને પોલીસ કર્મીઓના નામ આપ્યા છે. આમ છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
બારાબંકી # ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પોલીસ સ્ટેશનમાં એક મહિલાને જીવતી સળગાવી દેવાની ગંભીર ઘટના સામે આવી છે. રૂવાડા ઉભા કરી દેનારો આ કિસ્સો બારાબંકીના કોઠી કેસરગંજ પોલીસ સ્ટેશનનો છે. આરોપ છે કે મહિલાને જીવતી સળગાવતાં પહેલા પોલીસ સ્ટેશન અધિકારી રાય સાહબ યાદવ અને જમાદાર અખિલેશ રાયે મહિલા સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત મહિલાએ છેલ્લા શ્વાસ વખતે પોતાના નિવેદનમાં પણ આ બંને પોલીસ કર્મીઓના નામ આપ્યા છે. આમ છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી.

બળાત્કારનો પ્રયાસ નિષ્ફળ રહેતાં પોલીસની વર્દીમાં રહેલા નરાધમોએ મહિલાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી હતી. પીડિત મહિલા આંગણવાડી કાર્યકર હતી. મહિલા 100 ટકા સળગી ઉઠી હતી. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પરંતુ ગંભીર રીતે દાઝી જવાની સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. જીવતી સળગાવી દેવાયેલ મહિલાનો પુત્ર સ્થાનિક અખબારમાં કામ કરતો હતો. જેને લઇને આ કૃત્ય કરાયું હોવાનું સામે આવ્યું છે.

પીડિત મહિલાના પતિનું કહેવું છે કે, પોલીસ એમની પત્નિ સાથે બળજબરી કરતી હતી અને મને પકડીને લઇ ગઇ હતી. મને છોડવા માટે રૂ.1 લાખ માંગ્યા હતા. અમારી પાસે પૈસા ન હતા. પરંતુ પત્ની કેટલાક પૈસા લઇને પોલીસ સ્ટેશન આવતાં પોલીસ કર્મીઓએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો, રૂ.10 હજાર, વીંટી અને સોનાની ચેન પણ પડાવી લીધી હતી અને બાદમાં પેટ્રોલ છાંટી જીવતી સળગાવી હતી.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ, ક્રાઇમ, ગુનો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन