Home /News /crime /

તાપી પાસેથી ડ્રાઈવર-કલીનરને બંધક બનાવી તસ્કરો કોપર ભરેલ ટ્રક લૂંટી ગયા

તાપી પાસેથી ડ્રાઈવર-કલીનરને બંધક બનાવી તસ્કરો કોપર ભરેલ ટ્રક લૂંટી ગયા

તાપી જિલ્લાના છેવાડે આવેલ નિઝર તાલુકામાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર 90 લાખના કોપર ભરેલ ટ્રકને અજાણ્યા ઇસમો દ્વારા લુંટી લેવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઇ ગઈ છે અને સમગ્ર પંથકમાં નાકાબંધી કરી લુંટારૂઓના પગેરું શોધવાની તજવીજ હાથ ઘરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
સુરત : તાપી જિલ્લાના છેવાડે આવેલ નિઝર તાલુકામાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર 90 લાખના કોપર ભરેલ ટ્રકને અજાણ્યા ઇસમો દ્વારા લુંટી લેવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઇ ગઈ છે અને સમગ્ર પંથકમાં નાકાબંધી કરી લુંટારૂઓના પગેરું શોધવાની તજવીજ હાથ ઘરવામાં આવી છે.

તાપી જિલ્લાના છેવાડે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડેરને અડીને આવેલા નિઝર તાલુકાના દેવધા ગામે સ્ટેટ હાઇવે પર 5 થી 6 અજાણ્યા ઇસમો દ્વારા 19 ટન કોપર ભરી વાપીથી મધ્યપ્રદેશના પ્રિતમપુર ગામે જતી ટ્રકને આંતરી ડ્રાઈવર ક્લીનરને બંધક બનાવી કોપર ભરેલી આખી ટ્રક લુટી રફુચક્કર થઇ જતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી,

આ ઘટનાની ડ્રાઈવર ક્લીનરે નિઝર પોલીસને જાણ કરતાં જિલ્લાની પોલીસમાં દોડઘામ મચી જવા પામી હતી. અને પોલીસ દ્વારા આ વિસ્તારમાં નાકાબંધી કરી લુંટ કરીને લુટારુ ઓના પગેરું શોધવાની તજવીજ હાથ ધરી હતી.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन