કોંગી અગ્રણીની હોટલમાંથી પકડાયું જુગારધામ

અમરેલી# રાજુલા શહેરમાં આવેલી રાજ મંદિર હોટેલમાંથી પકડાયેલ જુગારધામ અંગે રાજુલા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી# રાજુલા શહેરમાં આવેલી રાજ મંદિર હોટેલમાંથી પકડાયેલ જુગારધામ અંગે રાજુલા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
અમરેલી# રાજુલા શહેરમાં આવેલી રાજ મંદિર હોટેલમાંથી પકડાયેલ જુગારધામ અંગે રાજુલા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

vlcsnap-2015-09-22-20h15m18s66

છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લામાં જુગાર અંગેના દરોડા પાડવામાં આવી રહ્યાં છે, જેમાં અમરેલી પોલીસને સફળતા પણ મળી છે પણ જુગારધામ ચલાવતા મોટા માથાઓ છટકી જતા હતા ત્યારે આજે રાજુલા પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે જાફરાબાદ રોડ પર આવેલી હોટેલ રાજમંદિરમાં જુગાર રમતા હોટેલના મેનેજર સહીત 7 જુગારીઓ ઝડપાયા હતા. પોલીસ તપાસમાં આ હોટેલ કોંગી અગ્રણી અને વર્ષ 2012માં રાજુલા જાફરાબાદ બેઠક પર વિધાનસભાની ચુંટણી લડેલા બાબુ રામની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેને લઈને રાજુલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
First published: