પતિએ જ પત્નીની ઉતારી નગ્ન ક્લિપીંગ,પતિ સુરતનો સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી

News18 Gujarati | Web18
Updated: July 14, 2015, 11:12 AM IST
પતિએ જ પત્નીની ઉતારી નગ્ન ક્લિપીંગ,પતિ સુરતનો સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી
સુરતઃ ન્યુ અલથાણ રોડ પર રહેતા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ પત્નીની બીભત્સ વીડિયો ક્લિપ ઉતારી બ્લેકમેઇલીંગ કરતા ચકચાર મચી જવા પામી છે. બળાત્કાર ગુજાર્યા બાદ પીડિતા સાથે લગ્નનું નાટક કરી શારીરિક સંબધ બાંધયો હતો. આ સમયે પીડિતા એવી પત્નીની નિર્વસ્ત્ર હાલતમાં ક્લિપીંગ ઉતારી લઇ બળાત્કારની ફરિયાદ પરત ખેંચવા પોલીસ કર્મી ધાકધમકી આપતો હતો. જે બનાવ અંગે પિડીતાએ ઉમરા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

  • Web18
  • Last Updated: July 14, 2015, 11:12 AM IST
  • Share this:
સુરતઃ ન્યુ અલથાણ રોડ પર રહેતા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ પત્નીની બીભત્સ વીડિયો ક્લિપ ઉતારી બ્લેકમેઇલીંગ કરતા ચકચાર મચી જવા પામી છે. બળાત્કાર ગુજાર્યા બાદ પીડિતા સાથે લગ્નનું નાટક કરી શારીરિક સંબધ બાંધયો હતો. આ સમયે પીડિતા એવી પત્નીની નિર્વસ્ત્ર હાલતમાં ક્લિપીંગ ઉતારી લઇ બળાત્કારની ફરિયાદ પરત ખેંચવા પોલીસ કર્મી ધાકધમકી આપતો હતો. જે બનાવ અંગે પિડીતાએ ઉમરા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

ન્યુ અલથાણ રોડ પાસે ચાઇના રો હાઉસમાં રહેતો પરેશ ગામીત શહેર પોલીસ તંત્રમાં ફરજ બજાવતો હતો. માથાભારે તરીકેની ઇમેજ ધરાવતો પરેશ ગામીત દોઢેક વર્ષ પહેલા સસ્પેન્ડ થયો હતો. એક યુવતીએ ખટોદરા પોલીસમાં પરેશ વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેથી તે સમયે પોલીસે પરેશની ધરપકડ કરી હતી અને તેને પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

બાદમાં પરેશએ પિડીતા સાથે લગ્ન કરી લીધા હતા. જેના થકી તેને એક બાળક પણ જન્મુ હતુ. જો કે બળાત્કારની ફરિયાદ પરત ખેંચવા માટે પરેશ ગામીતે લગ્નનું નાટક કર્યુ હોવાનું બહાર આવ્યું હતુ. 11મી  રોજ રાત્રે ઉમરાગામ શંભુજી મહોલ્લામાં આવેલા એપાર્ટમેન્ટમાં પીડિતા એવી પત્નીના ઘરમાં જબરજસ્તી ઘરમાં ઘુસી જઇ તેની સાથે શારીરિક સુખ માણ્યું હતુ.

ત્યારબાદ નિવસ્ત્ર હાલતમાં એવી પત્નીની જાણ બહાર પરેશએ વીડિયો કલીપ ઉતારી દીધી હતી. બાદમાં વીડિયો કલીપ થકી તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતુ. પોતાના મોબાઇલમાંથી પત્નીના મોબાઇલમાં ક્લિપ સેન્ડ કરી બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે જણાવ્યું હતુ અને કેસ પાછો નહિં ખેચે તો આ ક્લિપ ઇન્ટરનેટ પર ફરતી કરી દેવાની ધમકી આપી હતી.

આખરે પિડીતાએ આ અંગે ઉમરા પોલીસ મથકમાં પતિ ગામીત વિરુધ્ધ ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે પોલીસે પરેશ ગામિત વિરુધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
First published: July 14, 2015, 11:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading