ધોરણ-2ની બાળકી સાથે શિક્ષકની હેવાનિયત, લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચી

News18 Gujarati
Updated: January 25, 2019, 12:31 PM IST
ધોરણ-2ની બાળકી સાથે શિક્ષકની હેવાનિયત, લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચી
પ્રતિકાત્મક તસવીર

મળતી માહિતી પ્રમાણે બાળકીના ગુપ્ત ભાગમાંથી વહેતા લોહીને અટકાવવા માટે ડોક્ટરોએ ચાર ટાંકા લીધી હતા.

  • Share this:
હૈદરાબાદ : આંધ્રપ્રદેશની એક સ્કૂલના હેડમાસ્ટરની બીજા ધોરણની બાળકી સાથે કથિત દુષ્કર્મના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ અઠવાડિયાની શરૂઆતમાં બન્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હૈદરાબાદથી 295 કિલોમીટર દૂર ક્રિષ્ના જિલ્લામાં આવેલી એક પ્રાથમિક શાળાના શિક્ષકે મંગળવારે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. શિક્ષક બાળકીને એક ખાલી રૂમમાં લઈ ગયો હતો અને ત્યાર બાદ તેણીને હવસનો શિકાર બનાવી હતી.

શિક્ષકના આવા પાશવી કૃત્ય બાદ બાળકી તેના ઘરે રડતી હાલતમાં પહોંચી હતી. તેના શરીરના ભાગો પર ઈજા પહોંચી હતી તેમજ તે લોહીલુહાણ થઈ ગઈ હતી. બાળકીએ ઘરે પહોંચીને તેની માતાને તેની સાથે બનેલા હેવાનિયતભર્યાં કૃત્યની માહિતી આપી હતી. લોહીલુહાણ હાલતમાં બાળકીને તેની માતા એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. હોસ્પિટલના ડોક્ટરોએ બાળકીને માતાને જણાવ્યું હતું કે તેની દીકરીનું શારીરિક શોષણ થયું છે.

આ પણ વાંચો : ટ્યૂશન ક્લાસથી ઘરે જતી દુષ્કર્મ પીડિતાને બે બાઇકસવારોએ બળજબરીથી પીવડાવ્યું ઝેર

મળતી માહિતી પ્રમાણે બાળકીના ગુપ્ત ભાગમાંથી વહેતા લોહીને અટકાવવા માટે ડોક્ટરોએ ચાર ટાંકા લીધી હતા. જોકે, બાળકીના માતાપિતાએ બાળકીના ભવિષ્યની ચિંતા અને આબરૂ જવાના ડરે આ બનાવ અંગે કોઈને વાત કરી ન હતી.

આ વાત એક સામાજિક કાર્યકરના ધ્યાનમાં આવ્યા બાદ તેણે ગુરુવારે બાળકીને માતાને ફરિયાદ કરવા માટે સમજાવી હતી. આંધ્ર પ્રદેશના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રી ગંતા શ્રીનિવાસે આ વાતની ગંભીર નોંધ લઈને સ્કૂલના વહીવટી તંત્રને શિક્ષકને બરતરફ કરીને યોગ્ય તપાસ કરવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો : હનીટ્રેપ બાદ હત્યા : જાણો યુવતીએ વૃદ્ધને કઈ રીતે ફસાવ્યા હતા, થયા અનેક ખુલાસાજિલ્લાના શિક્ષણ અધિકારી એમવી રાજ્ય લક્ષ્મીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "આરોપીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ બનાવ અંગે તેની સામે ખાતાકીય તપાસનો આદેશ કરવામાં આવ્યો છે."
First published: January 25, 2019, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading