હનીપ્રીતની અરજી પર સુનવણી પૂર્ણ, ટૂંક સમયમાં સંભળાવશે કોર્ટ નિર્ણય

VINOD LEUVA | News18 Gujarati
Updated: September 26, 2017, 5:17 PM IST
હનીપ્રીતની અરજી પર સુનવણી પૂર્ણ, ટૂંક સમયમાં સંભળાવશે કોર્ટ નિર્ણય
દિલ્લી હાઇકોર્ટમાં આ અરજી પર સુનવણી થઇ ગઇ છે. કોર્ટે તેનો નિર્ણય પણ સુરક્ષિત રાખ્યો છે ટૂંક સમયમાં તે આ મામલે નિર્ણય સંભળાવશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: September 26, 2017, 5:17 PM IST
દુષ્કર્મનાં દોષિત ગુરમીત રામ રહીમની માનેલી દીકરી હનીપ્રીતની શોધમાં હરિયાણા પોલીસ દેશ અને દુનિયામાં ભટકી રહી છે પણ હજુ સુધી તે તેમનાં હાથ લાગી નથી. તો બીજી તરફ હનીપ્રીતે દિલ્લી હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી.

દિલ્લી હાઇકોર્ટમાં આ અરજી પર સુનવણી થઇ ગઇ છે. કોર્ટે તેનો નિર્ણય પણ સુરક્ષિત રાખ્યો છે ટૂંક સમયમાં તે આ મામલે નિર્ણય સંભળાવશે.

કોર્ટે આ સમય દરમિયાન હનીપ્રીતનાં વકીલને કહ્યું કે તે આગોતરા જામીન માંગી રહ્યાં છે પણ હનીપ્રીત કોર્ટમાં આવી નથી. શું તે કાલે ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ બનશે?

હનીપ્રીતનાં વકીલ પ્રદીપ આર્યાએ કહ્યું કે જો તેને સુરક્ષા આપવામાં આવશે તો તે સરેન્ડર કરવા પણ તૈયાર છે અને તે ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થશે.

કોર્ટે હનીપ્રીતનાં વકીલને પુછ્યું કે જો તેને 12 કલાક માટે પ્રોટેક્શન આપવામાં આવે તો તે ક્યાં સરેન્ડર કરશે... હરિયાણા કે દિલ્લી ? તેનાં પર વકીલે કહ્યું કે તે બાદમાં આ મુદ્દે જવાબ આપશે.
First published: September 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर