જમશેદપુરમાં હાવડાની યુવતી સાથે ગેંગરેપ, પ્રેમીએ ઢોર માર મારીને નદી કિનારે ફેંકી

પ્રતિકાત્મક તસવીર

જમશેદપુરમાં પ્રેમીએ પોતાના દોસ્ત સાથે મળીને પ્રેમિકા સાથે ગેંગરેપ કર્યાની ઘટના બની હતી.

 • Share this:
  અન્ની અમૃતા

  જમશેદપુરમાં પ્રેમીએ પોતાના દોસ્ત સાથે મળીને પ્રેમિકા સાથે ગેંગરેપ કર્યાની ઘટના બની હતી. ત્યારબાદ આરોપીએ પ્રેમિકાને ખરાબ રીતે માર માર્યાબાદ નદી કિનારે ફેંકીને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ માનગો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ઘાયલ હાલતમાં યુવતી મળી હતી. ઇજાગ્રસ્ત યુવતીને એમજીએમમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં યુવતીની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. યુવતીનો ચહેરો ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે કેસમાં આરોપીને શોધવાની તજવીજ હાથધરી હતી.

  પ્રાપ્ત માહિતી પ્રમાણે પીડિતા પશ્વિમ બંગાળના હાવડામાં રહેનારી છે. બે દિવસ પહેલા પ્રેમી તેને હાવડાથી જમશેદપુર લઇ ગયો હતો. બુધવારે રાત્રે પોતાના મિત્રો સાથે મળીને પ્રેમીએ પીડિતા સાથે ગેંગ રેપ કર્યો હતો. ત્યારબાદ તેને ખરાબ રીતે ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને નદી કિનારે ફેંકીને પ્રેમી ફરાર થઇ ગયો હતો. સવારે સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથધરી હતી.

  માનગો પોલીસ સ્ટેશનના એએસઆઇ સુધીર સિંહે કહ્યું હતું કે, પીડિતા છેલ્લા ત્રણ દિવસથી શમસૂદ નામલા યુવત સાથે હતી. બુધવારે રાત્રે તેની સાથે દુષ્કર્મ થયું હતું. ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવી હતી. સવારે યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેની સારવાર ચાલી રહી છે.
  Published by:ankit patel
  First published: