Rajasthan crime news: ઓરડામાં આવીને મામા અને કાકાએ (uncle) તેન છરી બતાવી અપહરણ (Kidnapped) કરી ગામ નજીકના ખેતરોમાં લઈ ગયા હતા. ત્યાં તેઓએ તેને શિયાળાની ઠંડી રાતમાં નિર્વસ્ત્ર કરી હતી અને પહેલા તેને થપ્પડ, મુક્કા અને લાકડીઓ વડે ઢોર (woman beaten) માર માર્યો હતો.
ચુરુઃ રાજસ્થાન (Rajasthan)ના ચુરુ જિલ્લાના દુધવાખારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક ગામની 23 વર્ષની વિધવા મહિલા (Widowed woman)નું ચાકુની અણી પર અપહરણ (Kidnapped) કરીને તેની સાથે મારપીટ અને ગંદી હરકતનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે પીડિતાના મામા પૈસા માટે તેની મરજી વિરુદ્ધ બળજબરીથી બીજી જગ્યાએ તેના લગ્ન (Marriage) કરાવવા માંગતા હતા. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે મહિલા પોલીસ સ્ટેશનમાં 6 નામદાર આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
આ મામલે મહિલા પોલીસ અધિકારી સતપાલ બિશ્નોઈએ જણાવ્યું કે, મહિલાએ ફરિયાદ આપી છે કે 23 જાન્યુઆરીની રાત્રે તે પોતાના ઘરમાં સૂતી હતી. ત્યારે અચાનક તેના મામા અને કાકા તેના ઓરડામાં આવ્યા હતા અને છરી બતાવી બોલેરો ગાડીમાં લઇ જઇ તેનું અપહરણ કરી ગામ નજીકના ખેતરોમાં લઈ ગયા હતા. ત્યાં તેઓએ તેને શિયાળાની ઠંડી રાતમાં નિર્વસ્ત્ર કરી હતી અને પહેલા તેને થપ્પડ, મુક્કા અને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ રાત્રે જ 45 વર્ષીય મામાએ નશામાં ધૂત થઇ તેની સાથે ગંદી હરકતો કરી બદકામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
બળજબરીથી અન્ય સ્થાને લગ્ન કરવતા હતા
જે બાદ આરોપીઓએ તેને બંધક બનાવીને તારાનગરના ઝારસર ગામમાં લઈ ગયા હતા. ત્યાં તેને એક ઘરમાં પુરી દેવામાં આવી હતી. પીડિતાનો આરોપ છે કે આરોપી મામા પૈસાના બદલામાં બળજબરીથી તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવવા માંગે છે. પરંતુ ના પાડતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી આ કૃત્યને અંજમ આપ્યું હતું.
ઘુમ્મસનો ફાયદો ઉઠાવી પીડિતા ભાગી ગઇ
પીડિતાએ જણાવ્યું કે 25 જાન્યુઆરીની સવારે ધુમ્મસનો ફાયદો ઉઠાવીને તે આરોપી મામાની પકડમાંથી ભાગી ગઈ હતી અને ચુરુ જિલ્લા મુખ્યાલય પહોંચ્યા બાદ તેના પિતાને ફોન કર્યો હતો. તે પછી પીડિતા તેના પિતા સાથે 26 જાન્યુઆરીએ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી મામા, મામાના મિત્ર અને કાકા વગેરે વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.
શરીર પર ઇજાના નિશાન
પોલીસ અનુસાર મહિલાના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. જોકે પોલીસે આઈપીસીની કલમ 323, 354, 354-ક, 342, 356, 365, 457, 506, 509, 149 હેઠળ કેસ નોંધીને તપાસનો દોર શરૂ કર્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર