પોલીસે ગંભીર ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ આરોપીની કરી ધરપકડ

છોટાઉદેપુર# છોટાઉદેપુર જિલ્લામાં ખળભળાટ મચાવનાર અને લૂંટ-ધાડ, ચોરી, મારામારી જેવાં અનેક ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ અને અગાઉ પકડાયેલ વિષ્ણુ ગેંગનો મુખ્ય સુત્રધાર જયેશ રાઠવાને જિલ્લા એલસીબીએ દેશી માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે.

  • News18
  • Last Updated :
  • Share this:
છોટાઉદેપુર# છોટાઉદેપુર જિલ્લામાં ખળભળાટ મચાવનાર અને લૂંટ-ધાડ, ચોરી, મારામારી જેવાં અનેક ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ અને અગાઉ પકડાયેલ વિષ્ણુ ગેંગનો મુખ્ય સુત્રધાર જયેશ રાઠવાને જિલ્લા એલસીબીએ દેશી માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે.

છોટાઉદેપુર જિલ્લામાં અને જિલ્લા બહાર દીનદહાડે લૂંટ–ધાડ, ચોરી, મારામારી, જાનથી મારી નાંખવાની ધમકી આપવા જેવા અનેક ગંભીર ગુનાઓને અંજામ આપનાર વિષ્ણુ ગેંગને જિલ્લા એલસીબીએ ઝડપી પાડી હતી, જોકે આ વિષ્ણુ ગેંગનો મુખ્ય સુત્રધાર પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામનો  જયેશ રાઠવા વોંટેડ હતો. છેલ્લા બે વર્ષથી પોલીસને હાથતાળી આપવામાં માહીર અને અગાઉ લૂંટ અને ધાડના ગુનાઓમાં ઝડપાયેલ વિષ્ણુની ગેંગનો મુખ્ય સુત્રધાર ગણાતા જયેશ જગન રાઠવાને જિલ્લા એલસીબી અને કરાલી પોલીસે રંગલી ચોકડી નજીકથી એક દેશી માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે.

ઝડ્પાયેલ જયેશ રાઠવા અને તેના સાગરીતો લૂંટ કરવામાં પાવરધા હતા. તેઓ ધોડે દહાડે રસ્તામાં આંતરીને લોકોને લૂંટી લેતા, અને ભોગબનનાર તેઓને ઓળખી શકતો પણ નહીં, જેથી તેઓએ એક પછી એક એવા અસંખ્ય ગુનાઓને અંજામ આપતા હતા, પરંતુ કહેવાય છે કે ગુનેગાર કેટલો પણ હોશિયાર હોય પણ તે કાયદાના હાથે ઝડપાય જાય છે, અને આખરે ગત મહિને વિષ્ણુ ગેંગનો વિષ્ણુ અને તેના સાગરીતો પોલીસના હાથે એક લૂંટને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જોકે તે વખ્તે વિષ્ણુની ગેંગનો મુખ્ય સુત્રધાર જયેશ પોલીસના સકંજાથી બહાર રહેવામાં સફળ રહ્યો હતો.

જયેશ રાઠવા રૂપિયા એક લાખથી લઈ ચાર લાખ સુધીની અનેક લૂંટ સહિત સોપારી લઈ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવાના 22 જેટલા ખતરનાક કારનામાઓની પોલીસ સમક્ષ કબુલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. જયેશ રાઠવા એટલો ખતરનાક છે કે, તેણે  ભાજપાના પાવીજેતપુરના ધારાસભ્ય જેંતી રાઠવાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે જયેશ રાઠવા સામે જેતે વખતે કરાલી પોલીસમાં ગુનો પણ નોંધાયેલ છે. પોલીસે જયેશ રાઠવા સાથે તેની સાથે તેની ગેંગમાં સામેલ અન્ય 9 જેટલા આરોપીઓ ના નામ ખુલતા તેઓની ધરપકદના ચક્રો ગતિમાન કર્યા છે.
First published: