Home /News /crime /યાકૂબને ફાંસી અપાતાં ભડક્યો છોટા શકીલ, જોઇ લેવાની ભારતને આપી ધમકી

યાકૂબને ફાંસી અપાતાં ભડક્યો છોટા શકીલ, જોઇ લેવાની ભારતને આપી ધમકી

મુંબઇ હુમલામાં આરોપી યાકૂબ મેમણને ફાંસી આપ્યા બાદ દાઉદ ઇબ્રાહીમના નજીકના ગણાતા ડોન છોટા શકીલના પેટમાં તેલ રેડાયું છે. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં છોટા શકીલે ભારતને જોઇ લેવાની ધમકી આપી છે.

મુંબઇ હુમલામાં આરોપી યાકૂબ મેમણને ફાંસી આપ્યા બાદ દાઉદ ઇબ્રાહીમના નજીકના ગણાતા ડોન છોટા શકીલના પેટમાં તેલ રેડાયું છે. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં છોટા શકીલે ભારતને જોઇ લેવાની ધમકી આપી છે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # મુંબઇ હુમલામાં આરોપી યાકૂબ મેમણને ફાંસી આપ્યા બાદ દાઉદ ઇબ્રાહીમના નજીકના ગણાતા ડોન છોટા શકીલના પેટમાં તેલ રેડાયું છે. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં છોટા શકીલે ભારતને જોઇ લેવાની ધમકી આપી છે.

છોટા શકીલે કહ્યું કે, યાકૂબને ફાંસી આપી કાયદાની આડમાં એની હત્યા કરી છે. છોટા શકીલે ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યું છે કે, યાકૂબને ફાંસી આપ્યા બાદ સરકાર અને એજન્સીઓ પરનો વિશ્વાસ ઉઠી ગયો છે અને ફાંસીથી એ પણ સાબિત થયું છે કે જો દાઉદ પણ ભારત આવશે તો એની સાથે પણ આવું જ થશે.

છોટા શકીલે કહ્યું કે તમે લોકોએ એક નિર્દોષને એના ભાઇના કરતૂતોની સજા આપી છે. એના પરિણામ ભોગવવા પડશે. હવે આગળ કોઇ પણ સરકારી ચોકલેટ પર ભરોસો નહીં કરે. હવે કોઇ સરકારી એજન્સી કોઇ વાયદો કરશે તો કોઇ ભરોસો નહીં રાખે.
First published:

Tags: અંડર વર્લ્ડ ડોન, છોટા શકીલ, દાઉદ ઇબ્રાહિમ, મુંબઇ બોંબ વિસ્ફોટ, યાકૂબ મેમણ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन