ચેન્નાઇ # બળાત્કારના કિસ્સામાં મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો આપતાં એક રસપ્રદ અભિપ્રાય આપ્યો છે. કોર્ટે કહ્યું કે, બાળકો સાથે બળાત્કાર કરનારાઓને નપુંસક બનાવી દેવા જોઇએ.
એક કેસમાં ચુકાદો આપતાં ન્યાયાધીશ એન કિરૂબકરણે કહ્યું કે, દેશના વિવિધ વિસ્તારમાં હ્રદયદ્રાવક ગેંગરેપની ઘટનાઓ સામે કોર્ટ એક મૂક પ્રેક્ષક બનીને શાંત અને બેજવાબદાર ન રહી શકે.
કેન્દ્ર સરકારને બાળકો સાથે થતી બળાત્કારની ઘટનાઓમાં નપુંસક બનાવી દેવાની ભલામણ કરતાં ન્યાયાધીશ કિરૂબકરણે કહ્યું કે, કોર્ટનો વિશ્વાસ છે કે ચાઇલ્ડ રેપિસ્ટને નપુંસક બનાવી દેવાની સજા અસરકારક પરિણામ આપશે.
હાઇકોર્ટે નિર્દેશ કર્યો કે, અમેરિકા, પોલેન્ડ અને રશિયા દેવા દેશોમાં બાળકો સાથે થનાર સેક્સ ગુનાઓમાં નપુંસકતાની સજા પહેલાથી જ અમલમાં છે.
ન્યાયાધીશ એન કિરૂબકરણે પોતાના આદેશમાં કહ્યું કે, બાળ યૌન અપરાધ સંરક્ષણ અધિનિયમ (POSCO) જેવો આકરો કાયદો હોવા છતાં બાળકો વિરૂધ્ધ ગુનાઓ વધી રહ્યા છે. વર્ષ 2012 અને 2014 વચ્ચે આવા ગુનાઓની સંખ્યા 38,423 સુધી પહોંચી ગઇ છે.
જજે કહ્યું કે, અદાલતનું માનવું છે કે, બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવી દેવાથી અસરકારક પરિણામો મળી શકે.
કોર્ટે કહ્યું કે, નપુંસક કરવાની વાત બર્બરતાવાળી લાગે છે પરંતુ આ પ્રકારના ક્રુર ગુનામાં આવી જ સજા કરવી જોઇએ. ઘણા બધા લોકો આ બાબતે સહમત નહીં થાય પરંતુ પરંપરાગત કાયદાઓ સકારાત્મક પરિણામ આપી શકતા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર