આડા સંબધનો કરુણ અંત: કાકો સસરો પુત્રવધૂને ભગાડી ગયો, ચાર મહિને લટકતાં મળી આવ્યાં

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Chhattisgarh news: બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણકારી મળ્યા બાદ પરિવારમાં પણ ગરમાગરમી થઈ હતી. પરિવારે બંનેને સમજાવ્યા હતા, પરંતુ બંને માન્યા ન હતા અને ગામ છોડીને ભાગી ગયા હતા.

 • Share this:
  બિલાસપુર: આડા સંબંધનું પરિણામ (Illicit relations) અનેક વખત ખરાબ આવતું હોય છે. છત્તીસગઢના બિલાસપુર (Bilaspur)માં પોલીસને એક પુરુષ અને મહિલાનો મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો છે. બંને વચ્ચે સસરા (કાકાજી સસરા) અને પુત્રવધૂનો સંબંધ (Love relation between father in law and daughter in law) છે. બિલાસપુરના ચકરભાટા પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા કનેરીમાં ગત શુક્રવારે એક પુરુષ અને મહિલાનો મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ આ અંગેની સૂચના પોલીસને આપી હતી. પોલીસે મૃતદેહોને નીચે ઉતારીને પંચનામાની વિધિ કરી હતી. હાલ આ મામલે પોલીસે તપાસ આરંભી છે. પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી છે કે પુત્રવધૂ અને સસરો ગળાડૂબ પ્રેમમાં હતા. બંનેના પ્રેમ સંબંધની જાણ પરિવારને થયા બાદ બંને ભાગી ગયા હતા. સસરો અવારનવાર પુત્રવધૂની મદદ કરવા માટે તેણીના ઘરે જતો હતો. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પુત્રવધૂ બે સંતાનની માતા છે, જ્યારે કાકા સસરાને પાંચ સંતાનો છે.

  પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં આસપાસના લોકોની પૂછપરછ કરતા માલુમ પડ્યું છે કે પુત્રવધૂ અને સસરા વચ્ચે પ્રેમ સંબંધ હતો. ચાર મહિના પહેલા બંને ગામમાંથી અચાનક ભાગી ગયા હતા. જે બાદમાં બંનેનાં મૃતદેહ કનેરી ગામ (Kaneri village) ખાતે એક ઝાડ સાથે લટકાતી હાલતમાં મળી આવ્યા છે. આ આપઘાતનો કેસ છે કે પછી અન્ય કોઈ તેની તપાસ ચાલી રહી છે.

  માર્ચ મહિનામાં ગાયબ થયા હતા

  પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે ખેલૂરામ કેવટ (ઉંમર વર્ષ 50) અને તેના ભાત્રીજાની પત્ની ગીતા (ઉંમર વર્ષ 35) વચ્ચે પ્રેમ સંબંધ હતો. ખેલૂરામ (Kheluram) ખેડૂત હતો અને આ જ ગામમાં ખેતી કરતો હતો. તેના ભત્રીજાનો પરિવાર પણ અહીં જ રહેતો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધની જાણકારી પરિવારને થઈ ગઈ હતી. જે બાદમાં ગત માર્ચ મહિનામાં બંને ગામમાંથી ગાયબ થઈ ગયા હતા. જે બાદમાં હવે બંનેનાં મૃતદેહ મળ્યા છે. પોલીસ પૂછપરછમાં પરિવારના લોકોએ જણાવ્યું કે, બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણકારી મળ્યા બાદ પરિવારમાં પણ ગરમાગરમી થઈ હતી. પરિવારે બંનેને સમજાવ્યા હતા, પરંતુ બંને માન્યા ન હતા અને ગામ છોડીને ભાગી ગયા હતા.

  આ પણ વાંચો: અમદાવાદ: સોશિયલ મીડિયાથી મિત્ર બનેલા યુવકે એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતી પર ગુજાર્યો બળાત્કાર

  મદદ દરમિયાન થયો પ્રેમ

  ચકરભાટા પોલીસ સ્ટેશન (Chakarbhata police station) ઇન્ચાર્જ સુનીલ તિર્કીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, મૃતક ખેલૂરામ લોકોને ખૂબ મદદ કરતો હતો. ગીતાનો પતિ માનસિક રીતે કમજોર અને તેને વાય આવતી હતી. ખેલૂરામ અવારનવાર તેની મદદ માટે ઘરે જતો હતો. આ દરમિયાન ગીતા સાથે તેનો સંપર્ક વધ્યો હતો અને ધીમે ધીમે આ મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ગીતાના બે નાના બાળકો છે. એકની ઉંમર છ વર્ષ અને બીજાની ચાર વર્ષ છે. જ્યારે ખેલૂરામના પાંચ બાળક છે. વર્ષે પહેલા ખેલૂરામની પત્નીનું નિધન થયું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: