પતિએ SCનાં નિર્ણય બાદ લગ્નેતર સંબંધને ગણાવ્યા યોગ્ય, પત્નીએ કરી આત્મહત્યા

News18 Gujarati
Updated: October 2, 2018, 8:42 AM IST
પતિએ SCનાં નિર્ણય બાદ લગ્નેતર સંબંધને ગણાવ્યા યોગ્ય, પત્નીએ કરી આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીર

પુષ્પલતાએ બે વર્ષ પહેલાં તેનાં પરિવારની મરજી વિરુદ્ધ જઇને 27 વર્ષનાં જોન પોલ ફ્રેંકલિન સાથે લગ્ન કર્યા હતાં આ દંપતિને એક સંતાન પણ છે

  • Share this:
ચેન્નઇનાં MGR નગરમાં 24 વર્ષીય એક મહિલાએ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આખી ઘટના મુજબ મહિલાનાં પતિએ તેને સુપ્રીમ કોર્ટનાં એડલ્ટ્રી મામલે આપેલા નિર્ણયનો હવાલો આપીને એક્સ્ટ્રા મેરિટિયલ અફેર પર ચુપ રહેવા કહ્યું હતું.

પોલીસનાં જણાવ્યાં મુજબ, પુષ્પલતાએ બે વર્ષ પેહલાં તેનાં પરિવારની મરજી વિરુદ્ધ જઇને 27 વર્ષિય જોન પોલ ફ્રેંકલિન સાથે લગ્ન કર્યા હતાં. આ દંપતિને એક સંતાન પણ છે.

કોર્પોરેશન પાર્કમાં સિક્યોરિટી ગાર્ડનું કામ કરનારા ફ્રેંકલિનને જયારે ખબર પડી કે પુષ્પલતાને ટીબી છે તો તેણે તેની પત્નીથી દૂરી બનાવવાની શરૂ કરી દીધી..જ્યારે તેને પત્નીનાં ઇલાજ માટે પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો તો પુષ્પલતાએ ફ્રેંકલિનનાં એક મિત્ર સાથે વાત કરી. જેણે તેને ફ્રેંકલિનનાં કોઇ અન્ય મહિલા સાથે સંબંધ અંગે વાત કરી.

આ વાતની જાણકારી થતા પુષ્પલતાએ પતિને ધમકી આપી કે જો તે તે મહિલા સાથે સંબંધ નહીં તોડે તો તે પોલીસ કેસ કરશે. આ પર ફ્રેંકલિને સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનો હવાલો આપતા કહ્યું કે, હવે તો પોલીસ પણ તેનાં વિરુદ્ધ કોઇ એક્શન લઇ શકતી નથી. જે બાદ મહિલાએ શનિવારે પોતાની જાતને ફાંસી લગાવી દીધી. પોલીસે હાલમાં ફ્રેંકલિનની પૂછપરછ શરૂ કરી છે.

સુપ્રીમ કોર્ટે ગુરૂવારને ઐતિહાસિક નિર્ણય સંભળાવતા 150 વર્ષ જુના એડલ્ટરી કાયદાને ગેરકાયદેસર કરાર જાહેર કર્યો હતો. વિવાહથી પર સંબંધને અપરાધ ગણાવતી કલમ 497 વિરુદ્ધ લાગેલી પિટિશન પર નિર્ણય સંભળાવતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે, એડલ્ટરીને લગ્નથી અલગ થવા માટે આધાર બનાવી શકાય પણ તેને અપરાધ માની શકાય નહીં.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી 5 સદસ્યની સંવિધાન પીઠમાં જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ રોહિંગટન નરીમન અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા શામેલ હતાં. આ નિર્ણયથી તમામ જજ એકમત હતાં.
First published: October 2, 2018, 8:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading