અંકલેશ્વરઃ કેમિકલયુક્ત વેસ્ટને જાહેરમાં ફેકતી કંપની સામે કાર્યવાહી

News18 Gujarati | Web18
Updated: August 11, 2015, 2:01 PM IST
અંકલેશ્વરઃ કેમિકલયુક્ત વેસ્ટને જાહેરમાં ફેકતી કંપની સામે કાર્યવાહી
ભરૂચઃ ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં પ્રદુષણનો મુદ્દો વધુને વધુ ગંભીર બનતો જાય છે .ઉદ્યોગોમાંથી નીકળતા રસાયણ યુક્ત ઘન કચરાનો ગેરકાયદેસર રીતે બારોબાર નિકાલ કરવાનું કૌભાંડ ગુજરાત પ્રદુસણ નિયંત્રણ બોર્ડે ઝડપી પાડ્યું છે. અને પાનોલીની નાડોલીયા કંપની સામે ગુનો નોધ્યો છે.

  • Web18
  • Last Updated: August 11, 2015, 2:01 PM IST
  • Share this:
ભરૂચઃ ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં પ્રદુષણનો મુદ્દો વધુને વધુ ગંભીર બનતો જાય છે .ઉદ્યોગોમાંથી નીકળતા રસાયણ યુક્ત ઘન કચરાનો ગેરકાયદેસર રીતે બારોબાર નિકાલ કરવાનું કૌભાંડ ગુજરાત પ્રદુસણ નિયંત્રણ બોર્ડે ઝડપી પાડ્યું છે. અને પાનોલીની નાડોલીયા કંપની સામે ગુનો નોધ્યો છે.

nadlodia

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામની સીમમાં રસાયણ યુક્ત ઘન કચરાના ગેરકાયદેસર નિકાલની ડમ્પિંગ સાઈટ ઝડપાઈ છે. અધધ કહી શકાય એટલો ૨૦૦ મેટ્રિક ટન ઘન કચરો આ જમીનમાં ઠાલવવામાં આવ્યો છે.ગુજરાત પ્રદુષણ બોર્ડ અંકલેશ્વરના અધિકારીઓને મળેલી બાતમીના આધારે તેઓએ પાનોલીની નાદોલીયા ઓર્ગેનિક કેમિકલ કપનીમાંથી નીકળતા ટેન્કરોનો પીછો કરતા ટેન્કરો મારફતે રસાયણ યુક્ત કચરો દઢાલ ગામની સીમમાં ઠાલવવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. પાનોલીની નાડોલીયા કંપનીની પર્યાવરણ વિરોધી હરકત બહાર આવતા પ્રદુષણ બોર્ડ દ્વારા કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત છેલ્લા ઘણા વર્ષોથી ક્રીટીકલી પોલ્યુટેડ ઝોનમાં છે ત્યારે કેટલાક બેજવાબદાર ઉદ્યોગોના આવા કારસ્તાનથી ઉદ્યોગ નગરી અંકલેશ્વરની ક્રીટીકલી પોલ્યુટેડ ઝોનમાંથી બહાર નીકળવાની આશા પર પાણી ફરી વાળે છે. આ અગાઉ પણ અંકલેશ્વરના ખારોડ ગામની સીમમાંથી કેમિકલ વેસ્ટની ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ મળી આવી હતી ત્યારે આવા ઉદ્યોગો વિરુદ્ધ કડક રાહે કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.
First published: August 11, 2015, 12:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading