આગ્રા:યુપી વિધાનસભા ચૂંટણી (UP Election 2022) વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, ગયા વર્ષે (24 ઓક્ટોબર, 2021) દુબઈમાં ટી -20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ભારતની હાર અને પાકિસ્તાન (Indo-Pakistan)ની જીતની ઉજવણી કરવાના આરોપી કાશ્મીરી વિદ્યાર્થીઓ અર્શીદ યુસુફ, શૌકત અહમદ ગની અને ઇનાયત અલ્તાફ શેખ સામે આગ્રા પોલીસે (Agra Police) કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે વિદ્યાર્થીઓ પર રાજદ્રોહ અને સાયબર આતંકવાદની કલમો હેઠળ આરોપ લગાવ્યો છે.
જણાવી દઈએ કે આ ત્રણેય કાશ્મીરી વિદ્યાર્થીઓ બિચપુરી સ્થિત આરબીએસ એન્જીનિયરિંગ ફેકલ્ટીમાંથી એન્જિનિયરિંગ કરી રહ્યા હતા. સાથે જ આરોપીની ધરપકડને 90 દિવસ પૂરા થઈ રહ્યા હતા, તેથી જો ચાર્જશીટ દાખલ કરવામાં ન આવે તો આરોપીને જામીન મળી શકે છે.
આ અંગે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ સાથે જ વરિષ્ઠ વકીલ નસીમ અહેમદે કહ્યું કે, આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં દેશદ્રોહ અને સાઇબર આતંકવાદની કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં, 12 સાક્ષીઓ બનાવવામાં આવ્યા છે, જેમાં કોલેજ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તેમજ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી સુધી પહોંચ્યો હતો આ મામલો અરસીદ યુસુફ, શૌકત અહમદ ગની જમ્મુ-કાશ્મીરના બડગાંવના અને ઇનાયત અલ્તાફ શેખ બાંદીપોરાનો રહેવાસી છે. આગ્રાના ભાજયુમોના પદાધિકારી ગૌરવ રાજાવતની ફરિયાદ પર ત્રણેય કાશ્મીરી વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન જગદીશપુરામાં કેસ નોંધવામાં આવ્યો હતો.
આગ્રા પોલીસે 27 ઓક્ટોબર 2021ના રોજ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ મામલો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુધી પહોંચ્યો હતો અને સરકારે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં ભારતીય ટીમને પાકિસ્તાને ખરાબ રીતે પરાજય આપ્યો હતો. પાકિસ્તાનની આ જીત બાદ દેશના અનેક ભાગોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ઉજવણી કરવામાં આવી હતી. જે અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઉત્તર પ્રદેશમાં પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવનારાઓ પર કડક વલણ અપનાવ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારાઓને રાજદ્રોહનો સામનો કરવો પડશે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર