દાહોદઃ તડબૂચની લાલચ આપીને ફેરિયાએ બાળકી સાથે કર્યા અડપલાં, લોકોએ ચખાડ્યો મેથીપાક

News18 Gujarati
Updated: April 9, 2019, 7:55 PM IST
દાહોદઃ તડબૂચની લાલચ આપીને ફેરિયાએ બાળકી સાથે કર્યા અડપલાં, લોકોએ ચખાડ્યો મેથીપાક
પ્રતિકાત્મક તસવીર

દાહોદના ઉસરવાણ ખાતે આજે મંગળવારે એક ફેરિયાએ તડબૂચની લાલચ આપીને શારીરિક અડપલાં કર્યા હતા.

  • Share this:
સાબિર ભાભર, દાહોદઃ તાજેતરમાં અમરેલીમાં ચીકૂની લાલચ આપીને પાંચ વર્ષની માસુમ બાળકીને હવસનો શિકાર બનાવ્યાની ઘટના બની હતી. આવીજ એક ઘટના દાહોદ જિલ્લામાં બની છે જેમાં તડબૂચની લાલચ આપીને ફેરિયાએ બાળકી સાથે અડપલાં કર્યા હતા. જોકે, વાતની જાણ થતાં લોકોએ ફેરિયાને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે દાહોદના ઉસરવાણ ખાતે આજે મંગળવારે એક ફેરિયાએ તડબૂચની લાલચ આપીને શારીરિક અડપલાં કર્યા હતા. જોકે, ઘટનાની જાણ થતા માતા-પિતા સહિત સ્થાનિક લોકોએ ફેરિયાને પકડીને મેથીપાક આપ્યો હતો. ત્યારબાદ પોલીસને શોપવામાં આવ્યો હતો. આમ પોલીસે આગળની કાર્યવાહી હાથધી હતી.

ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં સાવરકુંડલામાં રહેતા શખશે વાસનામાં આંધળા બનીને પડોશમાં જ રહેતી સાડા પાંચ વર્ષની માસુમ બાળકીને શિકાર બનાવીને પોતાની વાસના સંતોષવાનો પ્રયાસ કરતા આ બનાવે ભારે ચકચાર જગાવી છે. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પરિવારજનો જોઈ જતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો.

આ પણ વાંચોઃ-અમરેલીઃ રંગરેલીયા મનાવવા નડતા પતિની હત્યા માટે પત્નીએ ત્રણ પ્રેમીને આપી સોપારી

આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ સાવરકુંડલામાં રહેતા સુરેશ બાઘા બરોળીયા (ઉ.વ.20) નામના શખશે તા.23 ના રોજ વાસનામાં અંધ બનીને પોતાના પડોશમાં રહેતી સાડા પાંચ વર્ષની માસુમ બાળકીને ચાલ તને ચીકું ખવડાવું તેમ કહીને લઈ ગયો હતો અને બાદમાં આરોપીએ બાળકીને પોતાના ખોળામાં બેસાડીને અડપલા કરીને પોતાની વાસના સંતોષવાનું શરુ કર્યું હતું. આરોપી માસુમ બાળકીને પોતાની વાસનાનો ભોગ બનાવે એ પહેલા જ બાળકીના નાનીમાં જોઈ જતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
First published: April 9, 2019
વધુ વાંચો
अगली ख़बर