Home /News /crime /

ચાંદખેડાના અપહ્યત બાળકની સાંતેજ પાસે લાશ મળી, હત્યાની આશંકા

ચાંદખેડાના અપહ્યત બાળકની સાંતેજ પાસે લાશ મળી, હત્યાની આશંકા

અમદાવાદઃચાંદખેડાના અપહ્યત બાળકની સાંતેજની કેનાલમાંથી લાશ મળી આવતા ચકચાર મચી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અને બાળકની હત્યા કરાયાની આશંકા સેવાઇ રહી છે.

અમદાવાદઃચાંદખેડાના અપહ્યત બાળકની સાંતેજની કેનાલમાંથી લાશ મળી આવતા ચકચાર મચી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અને બાળકની હત્યા કરાયાની આશંકા સેવાઇ રહી છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃચાંદખેડાના અપહ્યત બાળકની સાંતેજની કેનાલમાંથી લાશ મળી આવતા ચકચાર મચી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અને બાળકની હત્યા કરાયાની આશંકા સેવાઇ રહી છે.

ચાંદખેડામાં પરિવાર સાથે રહેતો પ્રજ્ઞેશ ઠાકોર(ઉ.વ.6) બે દિવસ પહેલા ઘર નજીક રમતા રમતા ગુમ થયો હતો. આ બાળકનું અપહરણ થયાનો પરિવારને શંકા હતી. ત્યારે આજે પ્રજ્ઞેશ ઠાકોરની સાંતેજની કેનાલમાંથી લાશ મળતા બાળકની હત્યા કરાયાની આશંકા સેવાઇ રહી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમા મોટેરા ગામમા ઠાકોર વાસમાં ઘરની બહાર રમી રહેલો પાંચ વર્ષનો પ્રજ્ઞેશ ઠાકોર રહસ્યમય ગુમ થઈ ગયો હતો.બાળકનો કયાય પત્તો ના લાગતા અંતે પરિવારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. આ દરમ્યાન પ્રજ્ઞેશના પિતા રણજીત ઠાકોરને સાળાનો ફોન આવ્યો હતો જેમણે દિકરાની જાસપુર કેનાલમાંથી મૃતદેહ મળ્યો હોવાનુ જણાવ્યુ હતું. રણજીતભાઈ ત્યા પહોંચ્યા તો તેમને ફકત દિકરાના કપડા મળ્યા હતા. મૃતદેહ તો બે દિવસ પહેલા જ દફનાવી દીધો હતો. આ બાળકના કપડા અને ફોટા પરથી ઓળખ થઈ હતી.પ્રજ્ઞેશના મોતથી આખો પરિવાર આઘાતમા છે.બાળકના પિતાએ પરિવારના સભ્યો પર શંકા વ્યકત કરી છે.ત્યારે આ રહસ્યમય કેસમા આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો તેજ કર્યા છે.
First published:

Tags: અપહરણ, કેનાલ, ગુજરાત, ગુનો, પોલીસ`, હત્યા

આગામી સમાચાર