જવેલર્સને વાતોમાં ભોળવી રૂ.1.75 લાખની સોનાની લગડી સેરવી લીધીઃCCTVમાં કેદ

News18 Gujarati | Pradesh18
Updated: February 12, 2016, 5:02 PM IST
જવેલર્સને વાતોમાં ભોળવી રૂ.1.75 લાખની સોનાની લગડી સેરવી લીધીઃCCTVમાં કેદ
સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં ગુરુવારે સવારે બે ઇસમોએ એક જવેલર્સને ટાર્ગેટ કરી હતી. અને બંનેએ દુકાનદાર યુવાનને વાતોમાં ફસાવી તેની નજર ચૂકવી દુકાનમાંથી રૂપિયા ૧.૭૫ લાખની સોનાની લગડીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે આ બંને ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. જેથી વરાછા પોલીસે તપાસ શરુ કરી છે.

  • Pradesh18
  • Last Updated: February 12, 2016, 5:02 PM IST
  • Share this:
સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં ગુરુવારે સવારે બે ઇસમોએ એક જવેલર્સને ટાર્ગેટ કરી હતી. અને બંનેએ દુકાનદાર યુવાનને વાતોમાં ફસાવી તેની નજર ચૂકવી દુકાનમાંથી રૂપિયા ૧.૭૫ લાખની સોનાની લગડીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે આ બંને ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. જેથી વરાછા પોલીસે તપાસ શરુ કરી છે.

ગુરુવારે સવારે વરાછા વિસ્તારમાં ઈશ્વરકૃપા સોસાયટી પાસે આવેલ આર.કે જવેલર્સમાં ચાંદીની ખરીદી માટેબે શખ્સો આવ્યા હતા.આ સમયે દુકાનદાર ગોકુલભાઈ કોઈ કામ અર્થે ગયા હતા અને તેનો ભાણેજ પુનમરામ દુકાન પર હતો ત્યારે જ આ બંને અહી આવ્યા હતા. માતાજીને ચઢાવવા માટે ચાંદીની લગાડી લેવાની વાત કરી પુનમરામ ને વાતોમાં લીધો હતો. જોકે પુનમરામ એ ચાંદીની લગાડી ન હોવાનું જણાવતા બંને એ અન્ય દાગીના જોવાની માંગ કરી બીજા દાગીનાઓ બહાર  કાઢવી કાઉન્ટર પર મુકાવ્યા હતા.

અને બાદમાં તેને વાતોમાં ભોળવી નજર ચૂકવી રૂપિયા ૧.૭૫ લાખની સોનાની લગડીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે આખરે મોડીસાંજે મામલો સામે આવતા તેઓએ વરાછા પોલીસને જાણ કરી હતી. પોલીસે દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા બંને ચોરી કરતા કેદ થઇ ગયા હતા. જેથી પોલીસે ૧.૭૫ લાખની ચોરીનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
First published: February 12, 2016, 1:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading