સુરતના SEZમાં સીબીઆઇ દ્વારા રેડ

સુરત#સુરત સચિન ખાતેના એસઇઝેડના ઘણા યુનિટોએ ખોટી રીતે ટેક્સ માફીનો લાભ મેળવ્યાની આશંકાએ સીબીઆઇ ટીમે તપાસ હાથ ધરી છે.

સુરત#સુરત સચિન ખાતેના એસઇઝેડના ઘણા યુનિટોએ ખોટી રીતે ટેક્સ માફીનો લાભ મેળવ્યાની આશંકાએ સીબીઆઇ ટીમે તપાસ હાથ ધરી છે.

  • Share this:
સુરત#સુરત સચિન ખાતેના એસઇઝેડના ઘણા યુનિટોએ ખોટી રીતે ટેક્સ માફીનો લાભ મેળવ્યાની આશંકાએ સીબીઆઇ ટીમે તપાસ હાથ ધરી છે. ગાંધીનગર સીબીઆઇની ટીમ દ્વારા સુરત આવકવેરા વિભાગ ખાતે ૧૫ જેટલી કંપનીના રિટર્નની ચકાસણી કરી વિગતો હાંસલ કરી હતી. આ તપાસમાં જપ્ત કરાયેલા દસ્તાવેજોની માહિતીના આધારે ઘણા અધિકારીઓની પણ પૂછપરછ થઇ શકે છે.

ગત સપ્તાહના અંતમાં ગાંધીનગર સીબીઆઇની ટીમના ૧૦ જેટલા અધિકારીઓએ સુરત આવકવેરા કચેરીની મુલાકાત લીધી હતી. જેઓ દ્વારા સુરત એસઇઝેડમાં કાર્યરત યૂનિટો પૈકી ૧૪ જેટલા યુનિટના રિટર્ન તથા એસેસમેન્ટના દસ્તાવેજો ચકાસાયા હતા. તેઓએ આ યુનિટો દ્વારા કરવામાં આવતી આયાત-નિકાસ તથા નફા-નુકસાનની વિગતો મેળવાઇ હતી. ટેક્સમાફીનો લાભ મેળવવા માટે ખોટી માહિતી રજૂ કરવામાં આવી હોવાની કે ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હોવાની શક્યતા ચકાસવામાં આવી રહી છે. હાલમાં તો, સીબીઆઇ ટીમે ૧૪ યુનિટોના રિટર્ન તથા એસેસમેન્ટના ડોક્યુમેન્ટસ વધુ તપાસ અર્થે મેળવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ કિસ્સામાં ગેરરીતિ મળવાના સંજોગોમાં આગામી દિવસોમાં જે તે યુનિટોની તપાસ થઇ શકે છે. ઉપરાંત આ તમામ કિસ્સાઓમાં આઇટી અધિકારીઓ દ્વારા થયેલા દસ્તાવેજ ચકાસણીમાં તેઓની ભૂમિકા પણ તપાસવામાં આવી શકે છે. જો ઉઘોગકારોની શંકાસ્પદ ભુમીકા તપાસ દરમિયાન બહાર આવશે તો તેમના વિરૂદ્ધ કાયદાકીય પગલા ભરાશે તેમા બે મત નથી.
First published: