uttar pradesh crime news: રાત્રે પોલીસ કર્મચારી પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે આવ્યો હતો તેની બાઈક પ્રાઈમરી સ્કૂલ પાસે ઊભી રાખી હતી. ત્યારબાદ તે યુવતીના ઘરમાં ઘુસ્યો હતો. ગ્રામીણોને જ્યારે શક ગયો ત્યારે પોલીસ કર્મચારીને રંગેહાથે પકડવા માટે બેઠા હતા.
બસ્તી:ઉત્તર પ્રદેશ (Uttar Pradesh news) બસ્તી જિલ્લામાં ડુબલોલીયા આંશિક સ્વાભાવનાં પોલીસ ઓફિસર (police man) અશોક કુમાર ચતુર્વેદીને ગામના લોકોએ માર માર્યો. જ્યારે તે ગામમાં તેની પ્રેમિકા સાથે રંગ-રંગરેલીયા (police cauth with girlfriend) મનાવતો હતો. ઓફિસરને ખંભાથી બાંઘી તેને ભારે માર માર્યો. પોલીસને સૂચના મળતાં ત્યાં પહોંચીને પોલીસ કર્મચારીને જેમ તેમ કરીને બચાવ્યો હતો. અને પોલીસે સ્ટેશન લઈ ગયા હતા.
ઉલ્લેખનયી છે કે ગ્રામવાસીઓએ ગણા સમયથી આશિક મિજાજી પોલીસ કર્મચારીની શોધતાં હતા. આરોપ છે કે ગામમાં રાતમાં છાસવારે પોતાની પ્રેમિકાને મળવા માટે આવતો હતો. બુધવારની રાત્રે પોલીસ કર્મચારી પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે આવ્યો હતો તેની બાઈક પ્રાઈમરી સ્કૂલ પાસે ઊભી રાખી હતી.
ત્યારબાદ તે યુવતીના ઘરમાં ઘુસ્યો હતો. ગ્રામીણોને જ્યારે શક ગયો ત્યારે પોલીસ કર્મચારીને રંગેહાથે પકડવા માટે બેઠા હતા. જ્યારે પોલીસ કર્મચારી રાત્રે 3 વાગ્યે ઘરની બહાર નીકળ્યો ત્યારે ગામના લોકોએ તેને પકડ્યો હતો.
ગ્રામીણોનો આરોપ છે કે તે પોતાને ઘેરાયેલો જોઈને સરકારી રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને મોટી સંખ્યામાં ગ્રામીણો પહોંચી ગયા હતા. આ દરમિયાન લોકોએ જોરદાર માર માર્યો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ને ગ્રામીણોના ચંગુલમાંથી પોલીસ કર્મચારીને છોડાવ્યો હતો.
ઘટનાની સૂચના પછી એસપી આશિષ શ્રીવસ્તવ પોલીસ સ્ટેશન પર પહોચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એસઆઇ પર ફાયરિંગ અને ચરિત્ર પર આરોપ લગાવ્યો છે. પોલીસ કર્મચારી વર્દી વગર ગામમાં હતો. એસઆઈને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. અને આવા કિસ્સોઓ ક્રાઈમ સુધી પહોંચી જતા હોય છે. તાજેતરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પતિએ પત્ની ઉપર ચારત્રની શંકા રાખીને મોતને ઘાટ ઉતારી હતી. જોકે, બસ્તીમાં પોલીસ કર્મચારીને રંગે હાથે પકડાવવાનો કિસ્સો સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર