કૉકપિટમાં હૉટ વૉટર આપવા આવેલી કૅબિન ક્રૂની પાયલટે કરી છેડતી

News18 Gujarati
Updated: April 26, 2019, 4:00 PM IST
કૉકપિટમાં હૉટ વૉટર આપવા આવેલી કૅબિન ક્રૂની પાયલટે કરી છેડતી
પ્રતિકાત્મક તસવીર

ક્રૂએ ફરિયાદમાં આગળ લખ્યું છે કે, "સહ-પાયલટ બહાર જતાં જ પાયલટે મને તેની સાથે સેલ્ફી લેવાનું જણાવ્યું હતું, મેં તેમને સ્પષ્ટ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો."

  • Share this:
નવી દિલ્હી : ઇન્ડિગોમાં કામ કરતી એક મહિલા ક્રૂ મેમ્બરે પાયલટ સામે જાતિય સત્તામણીની ફરિયાદ આપી છે. ફરિયાદ પ્રમાણે બનાવ 16મી એપ્રિલના રોજ બન્યો હતો. બનાવ બન્યો ત્યારે વિમાનનો સહ-પાયલટ વોશરૂમ ગયો હતો. મહિલાના જણાવ્યા પ્રમાણે તેણીએ આ સંદર્ભે દિલ્હી પોલીસમાં ફરિયાદ આપી છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે મહિલા ક્રૂએ દાવો કર્યો છે કે, તેણી પાયલટને ગરમ પાણી આપવા માટે કૉકપિટમાં ગઈ હતી. આ દરમિયાન પાયલટે સેલ્ફી લેવાનું કહ્યું હતું અને બાદમાં તેની શારીરિક છેડતી કરી હતી.

મહિલાએ ફરિયાદમાં લખ્યું છે કે, "16મી એપ્રિલના રોજ હું બેંગલુરુ-અમૃતસર-શ્રીનગર-દિલ્હી ફ્લાઈટમાં ફરજ પર હતી. આ દરમિયાન અન્ય એક ક્રૂએ મને કહ્યું હતું કે કેપ્ટન તને ગરમ પાણી સાથે કૉકપિટમાં બોલાવી રહ્યા છે. હું જ્યારે કૉકપિટમાં પહોંચી ત્યારે સહ-પાયલટ વોશરૂમ જવા માટે ઉભા થયા તહા. મેં જોયું કે કેપ્ટન પાસે મોબાઇલ હતો જે કેમેરા મોડ પર હતો. જે બાદમાં હું ઓબ્ઝર્વર સીટ પર બેઠી હતી."

ક્રૂએ ફરિયાદમાં આગળ લખ્યું છે કે, "સહ-પાયલટ બહાર જતાં જ પાયલટે મને તેની સાથે સેલ્ફી લેવાનું જણાવ્યું હતું, મેં તેમને સ્પષ્ટ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં તેઓ પોતાની જગ્યા પરથી ઉભા થઈને મારી પાસે આવ્યા હતા. આ સમયે હું બિલકુલ અસ્વસ્થ અનુભવી રહી હતી. કેપ્ટનની આવી હરકત બાદ હું પણ મારી જગ્યા પરથી ઉભી થઈ ગઈ હતી."

મહિલા ક્રૂએ આગળ જણાવ્યું છે કે જ્યાં સુધી સહ-પાયલટ કૉકપિટમાં ન આવ્યો ત્યાં સુધી પાયલટે તેની શારીરિક છેડતી કરી હતી. મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે અમૃતસર ખાતે લેન્ડિંગ બાદ પાયલટ તેની પાસે આવ્યો હતો અને તેનો ફોન નંબર માંગ્યો હતો. એટલું જ નહીં ત્યાર બાદ પણ તે તેનો પીછો કરતો રહ્યો હતો. દિલ્હી ખાતે લેન્ડ થયા બાદ પાયલટે તેને બાંહોમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે મહિલાએ દિલ્હી ખાતે ઇન્ડિગોની ઓફિસ તેમજ તેના સાથીઓને જાણ કરીને પોલીસ ફરિયાદ આપી હતી.
First published: April 26, 2019, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading