Home /News /crime /અશ્લીલ વીડિયો બનાવીને પ્રેમિકાને બ્લેકમેઈલ કરતો હતો યુવક, ભાઈને ખબર પડી તો કરી નાંખી હત્યા
અશ્લીલ વીડિયો બનાવીને પ્રેમિકાને બ્લેકમેઈલ કરતો હતો યુવક, ભાઈને ખબર પડી તો કરી નાંખી હત્યા
મૃતક યુવકનો ફાઈલ ફોટો
bihar crime news: પ્રેમીએ પ્રેમિકાને પોતાની જાળમાં ફંસાવીને તેને યૌન શોષણ (Sexual Black Mailing) કરીને તેની અશ્લીલ તસવીર અને વીડિયો રેકોર્ડ (Video record) કરી લીધા હતા. ત્યારબાદ યુવતી સાથે સતત બ્લેકમેઈલિંગ કરી રહ્યો હતો.
એલેન લિલી, ગયાઃ પ્રેમ-પ્રસંગમાં યૌન શોષણ કરીને પ્રેમિકાનો વીડિયો (Illegal Video) બનાવીને એક યુવકને (Girl Friend) મોંઘુ પડ્યું હતું. જ્યારે આ વાતની જાણ પ્રેમિકાના ભાઈને થઈ હતી. તો તેણે યુવકની હત્યાનું જોરદાર ષડયંત્ર રચ્યું હતું જેને જાણીને દરેક લોકો દંગ રહી ગયા હતા. જોકે, પ્રેમીએ પ્રેમિકાને પોતાની જાળમાં ફંસાવીને તેને યૌન શોષણ (Sexual Black Mailing) કરીને તેની અશ્લીલ તસવીર અને વીડિયો રેકોર્ડ (Video record) કરી લીધા હતા. ત્યારબાદ યુવતી સાથે સતત બ્લેકમેઈલિંગ કરી રહ્યો હતો. આ વાતની જાણ જ્યારે યુવતીના ભાઈને થઈ તો તેણે તરત જ પ્રેમીને રસ્તામાંથી હટાવવા માટેનું ષડયંત્ર રચ્યું હતું.
પ્રેમ-પ્રસંગમાં ફાસ્ટ ફૂડ દુકાનદાર સોનુ ગુપ્તા હત્યાના મામલા બિહારના ગયા જિલ્લાની છે. પોલીસે 24 કલાકની અંદર જ આ મામલાનો ખુલાસો કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ભાઈએ પોતાના દોસ્તની સાથે મળીને હત્યા કરી હતી.
ગયાના વિષ્ણુપદ પોલીસ સ્ટેશન ક્ષેત્રની ચાંદ ચૌરા મોડની પાસે 16 નવેમ્બરની રાત્રે થયેલી ફાસ્ટ ફૂડ દુકાનદાર સોનૂ ગુપ્તાની હત્યા મામલે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
પોલીસે જણાવ્યું કે મૃતક સોનુ ગુપ્તાનું એક છોકરી સાથે અફેર હતું, જેની જાણ યુવતીના ભાઈને થઈ હતી. ગયાના એસપી રાકેશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા કર્મચારીઓને જણાવ્યું કે સોનુ ગુપ્તાએ યુવતીના કેટલાક અશ્લીલ વીડિયો પણ ઉતાર્યા હતા.
આ વીડિયો દ્વારા જ મૃતક સોનુ ગુપ્તા યુવતીને બ્લેકમેલ કરી રહ્યો હતો. જ્યારે યુવતીના ભાઈ મંગલ રજક ઉર્ફે સૂરજ રજકને આ વાતની જાણ થઈ તો તેણે તેના મિત્ર સિન્ટુ કુમાર સાથે મળીને છોકરાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો.
16 નવેમ્બરે જ્યારે સોનુ ગુપ્તા કોઈ કામથી મોડી રાત્રે ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેના પર હુમલો કરનારા બંને યુવકોએ પહેલા તેના પેટમાં છરો માર્યો અને પછી તેનું ગળું કાપી નાખ્યું હતું. ત્યારબાદ સોનુ ગુપ્તાનું ઘટનાસ્થળે જ મોત થયું. પોલીસે ઘટનામાં વપરાયેલ છરી, લોહીથી ખરડાયેલું કપડું અને ચપ્પલ તેમજ મોબાઈલ ફોન કબજે કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર