જમવા બાબતે બબાલ થતા ભાભીને ચપ્પુના ઘા મારી નણદોઈ પહેલા માળેથી કૂદી ગયો

જમવા બાબતની બબાલમાં નણદોયીએ ભાભીને ચપ્પુનાં ઘા માર્યા

સુરતમાં નજીવી ઘટનામાં નણદોયીએ ભાભીને ચપ્પુ માર્યા છે, જમવા બાબતની માથાકૂટમાં બની ઘટના, છાતીમાં ચપ્પુ ઘૂસેલી હાલતમાં મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી

  • Share this:
સુરત શહેર ક્રાઇ માટે પંકાઇ ગયું છે. શહેરમાં છાશવારે નજીવી બાબતે આવી ઘટનાઓ બની રહી છે. હાલમાં જ સુરત શહેરમાં (Surat City) પાડોશમાં રહેતા નણદોઈએ ભાભીને ઉપરા ઉપરી ચપ્પુના 5 ઘા માર્યા બાદ છાતીમાં ચપ્પુ ઘૂસાડી પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના સોસાયટીમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે સમગ્ર મામલે પોલીસે  (Surat Police ) સમગ્ર મામલે ગુનો (Crime News)  નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં પાંડેસરા વિનાયક નગરમાં પાડોશમાં રહેતા (Surat Crime News) નણદોઈએ ભાભીને ઉપરા ઉપરી ચપ્પુના 5 ઘા માર્યા બાદ છાતીમાં ચપ્પુ ઘૂસાડી પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. નણદોઈની ક્રુરતા બાદ મહિલાને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ ગયા બાદ નણદોઈએ પહેલા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરતા સોસાયટીમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે લોહીમાં ખરડાયેલી મહિલાને ઓપરેશનમાં લઈ ડોક્ટરોએ બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બે દીકરીઓ સામે માતા પર થયેલા જીવલેણ હુમલા પાછળ પારિવારિક ઝઘડો કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો-Amit Shah Bday Spl: આ પહેલાં ક્યારેય નહીં જોઇ હોય અમિત શાહની આવી તસવીરો

મેડિકલ ઓફિસર ડો.આરતીએ જણાવ્યું હતું કે ઘા હાથ અને છાતીના ભાગે મરાયા છે. એક ઘા છાતીની જમણી બાજુ ચપ્પુ ઘુસાડેલી હાલતમાં છે. લોહીમાં લોત પોત મહિલા કહેતી હતી કે સામાન્ય ઝઘડામાં પાડોશમાં રહેતા નણદોઈએ હુમલો કર્યો છે. મહિલાની હાલત ગંભીર છે એટલે તાત્કાલિક ઓપરેશનમાં લેવાઈ હતી. આ સમગ્ર ઘટના વિનાયક નગરનો હતો. શ્રવણ સ્વામીનાથ સહાની નામનો યુવાન પહેલા માળેથી કૂદી પડ્યો હતો. સ્થળ પર લોકો કહેતા હતા કે શ્રવણે પાડોશી મહિલા શાંતિદેવી તાપીલાલ સહાની (ઉ.વ. 30)ને ચપ્પુના ઘા માર્યા છે.

ત્યારબાદ પોલીસ આવતા પહેલા જ શ્રવણ મકાનના પહેલા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરતા એને માથામાં અને બન્ને હાથે ઇજા થઇ છે. હાલ શ્રવણને સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે સમગ્ર મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Published by:Margi Pandya
First published: