Home /News /crime /વિદાયમાં વરરાજા સાથે નીકળી દૂલ્હન, રસ્તામાં કાર રોકાવી અને પ્રેમી સાથે ભાગી ગઈ

વિદાયમાં વરરાજા સાથે નીકળી દૂલ્હન, રસ્તામાં કાર રોકાવી અને પ્રેમી સાથે ભાગી ગઈ

યુવતી પ્રેમી સાથે જીવન પસાર કરવા માંગે છે (પ્રતિકાત્મક તસવીર)

madhya pradesh news - કાર 4 કિલોમીટર આગળ ગઈ ક્યારે દૂલ્હને કાર રોકાવી હતી અને બાઇક લઇને આવેલા પોતાની પ્રેમી સાથે ફરાર થઇ ગઈ

સતના : મધ્ય પ્રદેશના (madhya pradesh)સાગરમાં પિયરમાંથી વિદાય થયેલી દૂલ્હન પ્રેમી સાથે ભાગી ગઈ (bride ran away with her boyfriend)છે. તેને રસ્તામાં પતિ પાસે કાર રોકાવી હતી અને પ્રેમી (Lover)સાથે બાઇક પર બેસીને ભાગી ગઈ હતી. યુવતી પ્રેમી સાથે જીવન પસાર કરવા માંગે છે. પોલીસે (police)બન્નેને પકડી લીધા છે અને એસડીએમ સામે હાજર કર્યા હતા. નિવેદન નોંધ્યા પછી બધાની મરજીથી યુવતી પ્રેમીના ઘરે ચાલી ગઈ હતી.

જાણકારી પ્રમાણે આ ઘટના સતનાના અહિરગામની છે. અહીં કુશવાહા પરિવારમાં લગ્ન (Marriage)હતા. વરરાજા (groom)વાજતે ગાજતે જાન લઇને પહોંચ્યા હતા. પૂરા રિત રિવાજ સાથે દૂલ્હન સાથે સાત ફેરા લીધા હતા. લગ્નની વિધિ પૂરી થયા પછી બપોરે દૂલ્હનની વિદાય થઇ હતી અને અને વરરાજા સાથે કારમાં સવાર થઇને પોતાના સાસરિયામાં જવા નીકળી હતી.

આ પણ વાંચો - Marriage Age for Women: લગ્ન માટે યુવતીઓની કાયદાકીય ઉંમર 21 વર્ષ કરવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી, શું અસર થશે?

દૂલ્હને 4 કિમી દૂર જઈને કાર રોકાવી હતી

કાર 4 કિલોમીટર આગળ ગઈ ક્યારે દૂલ્હને કાર રોકાવી હતી અને બાઇક લઇને આવેલા પોતાની પ્રેમી અશોક યાદવ સાથે ફરાર થઇ ગઈ હતી. આ ઘટનાથી વરરાજા પાછા યુવતીના ગામમાં આવ્યા હતા અને તેમના પરિવારને સૂચના આપી હતી. જાણકારી મળતા જ દૂલ્હનના પરિવારજનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. બીજી તરફ આ ઘટના પછી દૂલ્હનના ભાઈએ સિવિલ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતા જ પોલીસે ચારે તરફ નાકાબંધી કરી હતી. મોડી રાત્રે મોબાઇલ લોકેશનના આધારે પોલીસે યુવતી અને યુવકને પકડ્યા હતા.

આ પણ વાંચો - દહેજમાં ફોર્ચ્યુનર ગાડી ના આપતા વરરાજાએ રોક્યા ફેરા, લગ્ન મંડપમાં બેસી રહી PhD પાસ કન્યા!

યુવતીએ પ્રેમી સાથે રહેવાની વાત કરી

પોલીસે પ્રેમી-પ્રેમિકાને એસડીએમ સામે હાજર કર્યા હતા. યુવતીએ એસડીએમ સામે જ કહી દીધું કે તેને સાસરિયામાં કે પિયરમાં ક્યાંય જવું નથી. તે પ્રેમી અશોક સાથે જીવન પસાર કરવા માંગે છે. આ પછી દૂલ્હને પોતાના મળેલા ઘરેણા સાસરિયાવાળાને આપી દીધા હતા. આ પછી યુવતી પ્રેમી સાથે રવાના થઇ ગઈ હતી. આ ઘટનાની તે પંથકમાં ઘણી ચર્ચા જોવા મળી રહી છે.
First published:

Tags: Madhya pradesh, Madhya pradesh news, Marriage