Home /News /crime /

4 વર્ષના રિલેશન પછી ગર્લફ્રેન્ડે કહ્યું - તારી શું ઔકાત છે કે લગ્ન કરું, પ્રેમીએ કરી નાખી હત્યા

4 વર્ષના રિલેશન પછી ગર્લફ્રેન્ડે કહ્યું - તારી શું ઔકાત છે કે લગ્ન કરું, પ્રેમીએ કરી નાખી હત્યા

આરોપી પ્રેમીની દર્રી પોલીસે ધરપકડ કરી

Murder News - એક પ્રેમીએ પોતાની ગર્લફ્રેન્ડનું માથું જમીન પર પટકાવી-પટકાવીને હત્યા (Murder)કરી નાખી

    કોરબા : છત્તીસગઢના (Chhattisgarh)કોરબામાં (Korba)એક પ્રેમીએ પોતાની ગર્લફ્રેન્ડનું (Girlfriend)માથું જમીન પર પટકાવી-પટકાવીને હત્યા (Murder)કરી નાખી છે. આરોપી પ્રેમીની દર્રી પોલીસે ધરપકડ કરી (Police)છે. બન્ને વચ્ચે લગ્નને લઇને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડે કહ્યું હતું કે તારી શું ઔકાત છે કે તારી સાથે લગ્ન (Marriage)કરું. આ પછી સોમવારે બન્ને વચ્ચે ફરી વિવાદ થયો હતો. આરોપીએ પહેલા યુવતીનું ગળું દબાવ્યું અને પછી માથાને જમીન પર એટલા જોરથી પછાડ્યું કે ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના દર્રી પોલીસ સ્ટેશન ક્ષેત્રના અટલ આવાસ લાટાની છે.

    પોલીસના મતે 20 વર્ષીય સુજાન મલિક દર્રીના અટલ આવાસ કોલોનીમાં નિવાસ કરે છે. આ જ મોહલ્લામાં રહેતી 19 વર્ષીય મોનિકા મંડલ સાથે તેના ચાર વર્ષ વર્ષથી પ્રેમ સંબંધ હતા. આ જ કારણે સુજાન મોનિકા સાથે લગ્ન કરવા માંગતો હતો. આ માટે તે તેને મનાવતો હતો. જોકે મોનિકા લગ્ન માટે માનતી ન હતી. આ દરમિયાન સોમવારે જ્યારે સુજાને ફોન પર મોનિકાને કહ્યું કે તું મારી સાથે લગ્ન નહીં કરે તો ગળે ફાંસો ખાઇ લઇશ. આ સાંભળતા જ મોનિકા તેના ટ્યૂશન ભણાવતા ઘરે ગઈ હતી. જ્યાં સુજાને તેની હત્યા કરી નાખી હતી.

    આ પણ વાંચો - નાનાભાઈના લગ્નમાં મોટા ભાઈએ ચપ્પુ મારીને જીજાજીની કરી નાખી હત્યા, લગ્નમાં અફરાતફરી

    ટ્યૂશન ભણાવતો હતો સુજાન

    બતાવવામાં આવી રહ્યું છે કે સુજાન અભ્યાસની સાથે ટ્યૂશન ભણાવવાનું કામ કરતો હતો. આ માટે કોલોનીમાં તેણે એક રૂમ પણ ભાડે લીધો હતો. જ્યારે કોલોનીના બીજા મકાનમાં તે પોતાના માતા-પિતા સાથે રહેતો હતો. સોમવારે સુજાન ટ્યૂશન ભણાવ્યા પછી રૂમમાં હતો. ત્યારે બન્ને વચ્ચે વિવાદ થયો હતો. પોલીસના મતે સુજાન લગ્નની વાતને લઇને છેલ્લા કેટલાક દિવસોથી ખાવાનું પણ ખાતો ન હતો. તે સતત મોનિકાને લગ્ન માટે સમજાવતો હતો. જોકે ના માની તો હત્યા કરી નાખી હતી. ઘટનાને અંજામ આપ્યા પછી સુજાન મકાનની પાછળથી જંગલમાં ભાગી ગયો હતો. ત્યારે આસપાસના લોકોએ તેને જોઇ લીધો હતો. આ પછી બન્નેના પરિવારજનોને આ વિશે ખબર પડી હતી.

    આ પણ વાંચો - કારમાં રાખેલી પાણીની બોટલ બની મોતનું કારણ, એન્જીનિયર યુવકે ગુમાવ્યો જીવ

    જંગલમાં સંતાયો હતો આરોપી

    સુજાન જંગલમાં જઈને સંતાયો હતો. આસપાસના લોકો જ્યારે તે મકાનમાં પહોંચ્યા તો મોનિકાની લાશ લોહીથી લથપથ જમીન પર પડી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જંગલ તરફ ગઈ તો ત્યાં સુજાન પોલીસને મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. ધરપકડ પછી સુજાને કહ્યું કે તે મોનિકા સાથે લગ્ન કરવા માંગતો હતો પણ તે તૈયાર થઇ ન હતી. જેથી હત્યા કરી નાખી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Chhattisgarh, Murder news, હત્યા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन