Home /News /crime /લગ્નમાં DJ બંધ કરવા અંગે બે પક્ષો વચ્ચે થઈ મોટી બબાલ, યુવકને ઢોર માર મારતા મોત
લગ્નમાં DJ બંધ કરવા અંગે બે પક્ષો વચ્ચે થઈ મોટી બબાલ, યુવકને ઢોર માર મારતા મોત
મૃતક યુવકની તસવીર
uttar pradesh crime news: લગ્ન સમારોહ (Marriage Ceremony) દરમિયાન ડીજે બંધ (DJ stop) કરવાને લઈને બે પક્ષો વચ્ચે જોરદાર હંગામો થયો હતો. વારંવાર સમજાવવા છતાં પણ ઉગ્ર જાનૈયા કોઈનું સાંભળવા માટે તૈયાર ન હતા.
ગોરખપુરઃ ગોરખપુર જિલ્લાના (Gorakhpur news) ગોરખનાથ પોલીસ સ્ટેશન (Gorkhnath police station) વિસ્તારમાં એક મેરેજ હાઉસમાં લગ્ન સમારોહ (Marriage Ceremony) દરમિયાન ડીજે બંધ (DJ stop) કરવાને લઈને બે પક્ષો વચ્ચે જોરદાર હંગામો થયો હતો. વારંવાર સમજાવવા છતાં પણ ઉગ્ર જાનૈયા કોઈનું સાંભળવા માટે તૈયાર ન હતા. ત્યારબાદ રોહિત ઉર્ફે રાહુલ નામના એક યુવકને લગ્ન સમારોહમાંથી પરત ઘરે જતો હતો તે સમયે ખુબ જ ખરાબ રીતે માર માર્યો (boy died after beaten) હતો. જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના સ્થળ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં (cctv camara) આરોપીઓની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજની મદદથી પોલીસે આરોપીઓની ઓળખ કરવાની કામગીહી હાથધરી છે. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે છાપામારી શરુ કરી છે.
મળતી માહિતી મુજબ ચિલુઆતાલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિષ્ણુપુરમ રામનગરમાં રહેતા શેષનાથ સિંહની યુવતીના લગ્ન ગોરખનાથ પોલીસ સ્ટેશન વિસ્તારના રિમઝિમ પેલેસમાં યોજાયા હતા. પીપીગંજથી વરઘોડો નીકળ્યો હતો. રામનગરના વિશુનપુરા ટોલાનો રહેવાસી રોહિત સિંહ પણ લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. રાત્રે ડીજે બંધ કરી દેવાતા વરઘોડામાં આવેલા યુવાનોએ હંગામો મચાવ્યો હતો.
મામલો વધી જતાં રાહુલે ડાયલ 112 પર ફોન કર્યો હતો. પીઆરવી ઘટના સ્થળે પહોંચી સમજાવટ બાદ ડીજે બંધ કરાવ્યું હતું. આ વાત જાનૈયાઓને ખટકી હતી. રોહિત બાઇક પર ઘરે જવા નીકળ્યો ત્યારે ઝઘડો થતા યુવકોએ તેને ઘેરી લીધો હતો. અને હોકી, સળિયા અને તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જે બાદ આરોપીઓ બાઇક અને કારમાં પીપીગંજ તરફ ભાગી ગયા હતા.
જાણ થતાં ત્યાં પહોંચેલા સંબંધીઓ ગંભીર હાલતમાં રોહિતને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. માહિતી મળતાં જ ગોરખનાથ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસે આરોપીઓની શોધખોળ માટે દરોડા પાડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે લગ્નમાં બબાલોની એક ઘટના ગુજરાતના સુરત શહેરમાં પણ બની હતી. સુરત શહેરના માજી ડેપ્યુટી મેયર નિરવ શાહના પુત્ર માનવ શાહ ગત રોજ રાત્રીના સમયે પાલ આરટીઓ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે નજીકમાં આવેલા રોયલ ડાઇંનિંગ નામના બ્લેન્કેટ હોલ તરફ વરરાજા પરણવા માટે જઇ રહ્યા હતા.
સુરતના મોઢ વણિક પરિવારના આ જાનૈયાઓ રસ્તામાં નાચતા હતા ત્યારે ટ્રાફીક જામની થોડી સમસ્યા થતા માજી ડેપ્યુટી મેયરનો પુત્ર માનવ જાનૈયાઓ સાથે ઘર્ષણમાં ઉતર્યો હતો. તેમજ પોલીસને બોલાવીને પોલીસને સાથે રાખી રોયલ ડાઇંગમાં જ્યાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો ત્યાં પહોંચી ગયો હતા.
બાદમાં રોયલ ડાઇંગમાં તેણે જાનૈયાઓ સાથે ઝપાઝપી કરીને થોડીઘણી તોડફોડ કરી હતી. જાનૈયાઓ આ મામલે અડાજણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ મોડી રાત્રે નિરવ શાહના રાજકીય દબાણથી પોલીસે જાનૈયાઓ ઉપર સમાધાન કરી લેવા દબાણ કર્યુ હોવાનું કહેવાય છે અને રાત્રે ત્રણ વાગ્યા આસપાસ મામલો થાળે પડ્યો હતો. આ મામલે કોઇ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર