સુરતમાં કોલેજિયન યુવતીને લગ્નની લાલચ આપીને યુવકે આચર્યું દુષ્કર્મ

સુરતમાં કોલેજિયન યુવતીને લગ્નની લાલચ આપીને યુવકે આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

સુરતના સગરામપુરા વિસ્તારની કોલેજિયન યુવતીને લગ્નની લાલચ આપી લિંબાયતના યુવકે દુષ્કર્મ આચર્યું હતું.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ સુરતના સગરામપુરા વિસ્તારની કોલેજિયન યુવતીને લગ્નની લાલચ આપી લિંબાયતના યુવકે દુષ્કર્મ ગુજાર્યો હતો. પ્રેમી યુવાને એક માસ પહેલા લગ્ન કરી લીધા હોવાની જાણ થતાં પોતાના લગ્નની વાત કરવા જનારી યુવતીને તેણે માર માર્યો હતો. આ મામલે અઠવા પોલીસે તેની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનોં નોંધી ધરપકડ કરી હતી.

  મળતી માહિતી પ્રમાણે સગરામપુરા વિસ્તારની 22 વર્ષીય યુવતી અઠવાલાઇન્સ ચોપાટી સામે આવેલી કોલેજમાં અભ્યાસ કરે છે. વર્ષ 2017માં કોલેજમાં આંટાફેરા મારતા વસીમ ફારૂક પઠાણ સાથે તેની આંખ મળી ગઇ હતી.  ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. વસીમે લગ્ન કરવાની લાલચ આપી તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. તેણીની ફરિયાદ મુજબ લગ્નની વાત કરતા તેણીને ઢીક મુક્કાનો માર માર્યો હતો. ઉશ્કેરાયેલા વસીમે તેણીની હાથ અને પીઠના ભઆગે બચકાં ભરી લીધા હતા.

  આ પણ વાંચોઃ-સુરતઃ પત્નીની છેડતી મુદ્દે ઝઘડાની અદાવતમાં જાહેરમાં યુવકી ઘાતકી હત્યા

  દરમિયાન વસીમના લગ્નની વાત ખબર પડતા પીડિતા પોતાની લગ્નની વાત રકવા ગઈ હતી. તે સમયે વસીમે માર માર્યો હતો. બંનેના તેણીના મોબાઇમાં ફોટા હતા. તે તેણે ડિલિ કરવા સાથે પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
  Published by:ankit patel
  First published:April 04, 2019, 16:35 pm

  टॉप स्टोरीज