અડધી રાત્રે મહિલાનું ગળું કાપીને રસ્તા પર ફેંકી, facebookથી આરોપી ઝડપાયો

ઇજાગ્રસ્ત યુવતીની તસવીર

પોલીસે ફેસબુક ઉપરથી આરોપીની વધારે જાણકારીઓ ભેગી કરીને તેના ઘરેથી દબોચી લીધો હતો.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનૌમાં (Lucknow) મોડી રાત્રે એક મહિલાનું ગળું કાપી શહીદ પથ પાસે ફેંકી હતી. રાહદારીઓએ ઘાયલ મહિલાને લોહિયા હોસ્પિટલ પહોંચાડી હતી. મહિલાની હાલત નાજુક હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઘટના પછી ઘાયલ મહિલાએ પોતાના સંબંધીને ફોન કર્યો હતો અને એટલું જ કહ્યું કે તેણે મારું ગળું કાપી દીધું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ઘાયલ મહિલાએ આરોપીનો મોબાઇલ નંબર બતાવ્યો હતો.

  પોલીસે નંબરના આધારે આરોપીની જાણકારી મળી હતી અને તેના ફેસબુક (facebook)એકાઉન્ટની તપાસ કરી હતી. પોલીસે ફેસબુક ઉપરથી આરોપીની વધારે જાણકારીઓ ભેગી કરીને તેના ઘરેથી દબોચી લીધો હતો. આરોપી યુવકનું નામ નદીમ ખાન છે જેની પોલીસ પૂછપરછ કરી રહી છે.

  આ પણ વાંચોઃ-બાળકની live ચોરીઃ બસ સ્ટેન્ડ ઉપર માતા સાથે ઊંઘતા બાળકને કપલ ઉઠાવી ગયું

  આ ઘટના વિભૂતિખંડમાં શહીદ પથ પાસેની છે. મળતી માહિતી પ્રમાણે શહીદ પથના યુપી 100ની પાસે લોહીલુહાણ હાલતમાં એક મહિલા મળી હતી. જેનું ગળુ કાપેલું હતું. રાહદારીઓએ ઘાયલ મહિલાને લોહિયા હોસ્પિટલ (Lohiya hospital) પહોંચાડી હતી.

  આરોપીની તસવીર


  ઘટના સ્થળ ઉપર પહોંચેલી વિભૂતિખંડ પોલીસના કાગળ ઉપર ઘાયલ મહિલાએ પોતાનું નામ સોની લખ્યું હતું. પોલીસે હુમલો કરનાર આરોપી અંગે પૂછ્યું તો તેનું નામ N લખી શકી હતી. આ ઉપરાંત તેણે એક મોબઇલ નંબર લખ્યો હતો. ત્યારબાદ તે બેભાન થઇ ગઇ હતી.

  આ પણ વાંચોઃ-દિનદહાડે યુવા કૉંગ્રેસ નેતાની ગોળી મારી હત્યા, પોલીસ પુત્ર ઉપર આરોપ

  આ પણ વાંચોઃ-પત્નીના પ્રેમીએ દિનદહાડે પતિની હત્યા કરી, કલાકો સુધી તડપતો રહ્યો પતિ

  પોલીસના જણાવ્યા પ્રમાણે સોનીનું ગળુ કાપવામાં આવ્યું હતું કે, તેણે પોતાના પરિચિતને ફોન કર્યો હતો. અને તેણે એટલું જ કહ્યું હતું કે, તેણે મારું ગળુ કાપ્યું છે. મહિલાએ પોતાને પાંચ વર્ષની એક પુત્રી હોવાની વાત પણ કહી છે. પોલીસે ઘટનાને અંજામ આપનાર આરોપીની પૂછપરછ શરુ તો તે બેભાન થઇ ગઈ હતી. પોલીસે મોબાઇલ નંબરથી આરોપીનું ફેસબુક એકાઉન્ટ તપાસ કરી અને વધારે જાણકારી મળવીને ગોમતીનગર વિસ્તારમાં આવેલા તેના ઘરેથી દબોચી લીધો હતો.
  Published by:ankit patel
  First published: