ખાણ ખનીજ સ્ટાફનો મહિને હપ્તો રૂ.50 હજારનો : ટ્રેક્ટર ચાલકનો બળાપો

Haresh Suthar | Pradesh18
Updated: February 6, 2016, 10:59 AM IST
ખાણ ખનીજ સ્ટાફનો મહિને હપ્તો રૂ.50 હજારનો : ટ્રેક્ટર ચાલકનો બળાપો
રાજ્યમાં ખાણ ખનીજ વિભાગનો ભ્રષ્ટાચાર માજા મુકી રહ્યો છે એવામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રેતીની ફેરી કરતા ટ્રેકટર ચાલકના નિવેદને ખળભળાટ મચાવી દીધો છે.

રાજ્યમાં ખાણ ખનીજ વિભાગનો ભ્રષ્ટાચાર માજા મુકી રહ્યો છે એવામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રેતીની ફેરી કરતા ટ્રેકટર ચાલકના નિવેદને ખળભળાટ મચાવી દીધો છે.

  • Pradesh18
  • Last Updated: February 6, 2016, 10:59 AM IST
  • Share this:
બોટાદ # રાજ્યમાં ખાણ ખનીજ વિભાગનો ભ્રષ્ટાચાર માજા મુકી રહ્યો છે એવામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રેતીની ફેરી કરતા ટ્રેકટર ચાલકના નિવેદને ખળભળાટ મચાવી દીધો છે.

રેતીની ફેરી કરતા ટ્રેકટર ચાલક રઘુભાઇએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે, પોતે ટ્રેકટર લઇ જઇ રહ્યો હતો ત્યારે બોટાદ ખાણ ખનીજ અધિકારી અને મામલતદારે તેને લાકડી વડે માર માર્યો હતો. વધુમાં તેમણે એવું પણ નિવેદન આપ્યું છે કે, ખાણ ખનીજ અધિકારીના નીચેના સ્ટાફ દ્વારા મહિને રૂ.50 હજારનો હપ્તો પણ લેવામાં આવે છે.

આ ઘટનાને પગલે અન્ય ટ્રેક્ટર ચાલકો એકઠા થઇ ગયા હતા અને હોસ્પિટલ પહોંચી ગયા હતા જ્યાં રઘુભાઇ સારવાર માટે દાખલ થયા હતા. આ ઘટનાને પગલે ભારે હંગામો થયો હતો.

બીજી તરફ મામલતદારે આ મામલે કહ્યું હતું કે, કલેકટરની સુચના મુજબ ગેરકાયદેસર ખનીજ ચોરી અને રેતી ચોરી કરતા શખ્સોને પકડવા અમે મહાજનની વાડી પાસે ગયા ત્યારે તેને પકડવા જતાં તે ચાલક ભાગવા જતાં તેનો પીછો કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. અમે કોઇ માર માર્યો નથી.
First published: February 6, 2016, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading