Home /News /crime /બુટલેગરનું નવું 'બિઝનેસ મોડેલ', ગુજરાતમાં દારૂના કાળા કારોબાર માટે ગોવામાં બેઝ બનાવ્યો હોવાનો પ્રથમ કેસ

બુટલેગરનું નવું 'બિઝનેસ મોડેલ', ગુજરાતમાં દારૂના કાળા કારોબાર માટે ગોવામાં બેઝ બનાવ્યો હોવાનો પ્રથમ કેસ

પ્રતિકાત્મક તસવીર

Liquor Business: આ કેસમાં પોલીસને જાણવા મળ્યું કે, દમણથી દારૂ સપ્લાય કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી મોરે ગોવા જતો રહ્યો હતો. આ બાબતે PI આર કે ધુલિયાએ જણાવ્યું કે, બુટલેગરે ગુજરાતમાં અનેક કેસ બાદ પોતાનો બેઝ ગોવા ખસેડ્યો હોવાનો આ પ્રથમ કિસ્સો છે. તેણે પકડાઈ ન જવાય તે માટે સમગ્ર બિઝનેસ મોડેલમાં પણ ફેરફાર કર્યો હતો.

વધુ જુઓ ...
  દારૂબંધી વચ્ચે ગુજરાત (Gujarat)માં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે. પોલીસ (police) દર વર્ષે કરોડોનો દારૂ પકડે છે અને પોલીસથી બચવા બુટલેગર (Bootlegger) અવનવાં કિમીયા કરતા હોય છે. તેઓ દારૂ વેચવાનો મલાઈદાર ધંધો છોડવા માંગતા નથી. ત્યારે ગુજરાતમાં દારૂ વેચવો ખૂબ નફાકારક હોવાનું વડોદરાના ચાલાક સપ્લાયરે સાબિત કર્યું છે. તેણે કેમિકલ બિઝનેસ (chemical business)ની આડમાં ઇઝ ઓફ બિઝનેસ માટે પોતાનો બેઝ ગોવામાં ખસેડાયો હોવાનું જાણવા મળે છે.

  મીડિયા અહેવાલ મુજબ, તાજેતરમાં મહિધાપુરા ખાતે 27 લાખની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કારસ્તાનની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, દારૂનો જથ્થો શંકર મોરે (ઉ.વ 40) દ્વારા તેના સાગરીત જીગ્નેશ ઉર્ફે લાલો દાભેલિયાને કેમિકલ કન્ટેનરની અંદર છુપાવી મોકલવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો- ડાલામથ્થાનાં ધામા: ઉનાનાં ખેતરમાં એકસાથે 9 સિંહ દેખાયા, પાણી વાળવા કેમ જાવાય?

  ઉલ્લેખનીય છે કે, દાભેલિયાએ કેમિકલ બિઝનેસના ઓઠા હેઠળ દારૂ વેચવા કેમિકલ બિઝનેસ શરૂ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વડોદરામાં અનેક ગુનાહિત કેસોમાં સંડોવાયેલ મોરે તે પહેલા સુરત અને પછી ગોવામાં શિફ્ટ થયો હતો. જ્યાં તેણે કેમિકલ બિઝનેસમેન તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વ્યવસાય માટે તેણે GST નંબર પણ લીધો હતો!

  આ દરમિયાન તેણે કેમિકલ ભરેલા ટેન્કરમાં દારૂની સપ્લાઈ શરૂ કરી હતી. TOIના અહેવાલ મુજબ આ મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ગોવા શિફ્ટ થયા પછી અહીં મોર સામે આ પહેલો કેસ છે. પોલીસને તે ગોવા જતો રહ્યો હોવાનો કોઈ ખ્યાલ નહોતો. તેના સાગરીતે આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો.

  આ પણ વાંચો-કચ્છઃ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયેલા દલિત પરીવારને મળી તાલીબાની સજા, 20 વિરુદ્ધ ફરિયાદ દાખ

  દમણની જગ્યાએ ગોવાથી ચલાવવા લાગ્યો કાળો કારોબાર

  આ કેસમાં પોલીસને જાણવા મળ્યું કે, દમણથી દારૂ સપ્લાય કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી મોરે ગોવા જતો રહ્યો હતો. આ બાબતે PI આર કે ધુલિયાએ જણાવ્યું કે, બુટલેગરે ગુજરાતમાં અનેક કેસ બાદ પોતાનો બેઝ ગોવા ખસેડ્યો હોવાનો આ પ્રથમ કિસ્સો છે. તેણે પકડાઈ ન જવાય તે માટે સમગ્ર બિઝનેસ મોડેલમાં પણ ફેરફાર કર્યો હતો.

  કેમિકલ ભરેલા કન્ટેનરમાંથી મળ્યો દારૂ

  પોલીસે મંગળવારે બાતમીના આધારે ટ્રકમાં લઈ જવાતા કેમિકલના માલની તપાસ કરી હતી. આ ટ્રકમાં રહેલા પ્લાસ્ટિકના કન્ટેનરમાં એલોવેરા જેલ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે, તેનો અડધો ભાગ જ જેલથી ભરેલો હતો, બાકીના અડધા ભાગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ હતો. આ કેસમાં પોલીસે દાભેલિયા અને સંજય સદાનંદ કર્ણિકની કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં બંનેએ વસ્તા દેવડી રોડ પરના ગોડાઉનમાં દારૂ હોવાની કબૂલાત આપી હતી. જ્યાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી દારૂની 6,351 બોટલ અને 624 બિયરના કેન મળી કુલ રૂ. 27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગોડાઉન કેમિકલનો સંગ્રહ કરવા દાભેલિયાએ ભાડે લીધું હતું. ડભેલિયા અને મોરેની મુલાકાત પાસાના કેદી તરીકે રાજકોટ જેલમાં થઈ હતી.

  ત્રણ ગણા ભાવે વેચાય છે દારૂ-
  પોલીસે પકડેલ દારૂ ઊંચી ગુણવત્તાનો છે. જે મૂળ કિંમત કરતા વધુ ભાવે વેચાય છે. માંગ વધુ હોવાથી ગોવાના પડતર ભાવ કરતા અહીં ત્રણ ગણી કિંમતે આ દારૂ વેચાતો હોવાનું જાણવા મળે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Goa Police, Gujarat police, Surat police, Vadodra Police

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन