દેશી બોમ્બ બનાવનાર મુખ્ય સુત્રધાર અલ્તાફ ઝડપાયો

Haresh Suthar | News18
Updated: June 9, 2015, 11:23 PM IST
દેશી બોમ્બ બનાવનાર મુખ્ય સુત્રધાર અલ્તાફ ઝડપાયો
શહેરના નારોલ હાઇવે વિસ્તારમાંથી ગત બુધવારે પોલીસે 49 જેટલા દેશી બોમ્બ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે મુખ્ય સુત્રધાર સમીર ફરાર હતો. જેને પોલીસે મંગળવારે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના નારોલ હાઇવે વિસ્તારમાંથી ગત બુધવારે પોલીસે 49 જેટલા દેશી બોમ્બ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે મુખ્ય સુત્રધાર સમીર ફરાર હતો. જેને પોલીસે મંગળવારે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

  • News18
  • Last Updated: June 9, 2015, 11:23 PM IST
  • Share this:
અમદાવાદ # શહેરના નારોલ હાઇવે વિસ્તારમાંથી ગત બુધવારે પોલીસે 49 જેટલા દેશી બોમ્બ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે મુખ્ય સુત્રધાર સમીર ફરાર હતો. જેને પોલીસે મંગળવારે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અષાઢી બીજની પરંપરાગત રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે 3જી જુનને બુધવારે ધાર્મિક માહોલમાં પરંપરાગત જળયાત્રા નીકળી હતી. જોકે બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે શહેરના નારોલ હાઇવે નજીક સુએઝ ફાર્મ પાસેથી 49 જેટલા દેશી બોમ્બ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે મુખ્ય સુત્રધાર એવો સમીર હાથ લાગ્યો ન હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મંગળવારે અલ્તાફ ઉર્ફે સમીર મિર્ઝાને ઝડપી લેતાં પોલીસ સહિત લોકોને પણ રાહતની લાગણી થવા પામી છે.

નાઇટમાં 50 બોમ્બ બનાવ્યા

ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલ્તાફને ઝડપી લઇ પુછપરછનો દોર હાથ ધર્યો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં અલ્તાફ ઉર્ફે સમીર મિર્ઝાએ બે રાત જાગીને 50 દેશી બોમ્બ બનાવ્યા હતા.

કાલુપુર, રાયપુરથી લીધી સામ્રગી
અલ્તાફે દેશી બોમ્બ માટે તે કાલુપુર અને રાયપુરથી મોતનો સામાન ખરીદીને લાવ્યો હતો. જેમાં કાલુપુરના પાંચ કુવા વિસ્તારથી વિસ્ફોટક સામ્રગી અને રાયપુર વિસ્તારમાંથી બોમ્બમાં નાંખવા સાયકલના છરા ખરીદીને લાવ્યો હતો.ટ્રેનમાં ભાગવા જતાં ઝડપાયો
દેશી બોમ્બ સાથે ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને ઝડપી લેતાં મુખ્ય સુત્રધાર તરીકે અલ્તાફ ઉર્ફે સમીરનું નામ ખુલ્યું હતું. જેમાં પોલીસે તપાસનો દોર લંબાવતાં અલ્તાફને આજે ઝડપી લીધો હતો. જે મણીનગરથી ટ્રેનમાં બેસી મુંબઇ ભાગી જવાની ફિરાકમાં હતો.

3 લાખનું દેવું થતાં બનાવ્યા બોમ્બ
અલ્તાફે એના બે મિત્રો જાકીર અને જહાંગીર પાસેથી રૂ.3 લાખ લીધા હતો. જોકે દેવું થઇ બંને મિત્રો પણ ઉઘરાણી કરી રહ્યા હતા. આ સંજોગોમાં બંને મિત્રોને ડરાવવા માટે બોમ્બ બનાવ્યા હોવાનું પણ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
First published: June 9, 2015, 11:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading