ઝાડીઓમાંથી મળી યુવકની લાશ, આંખ અને કાન છે ગાયબ

News18 Gujarati
Updated: November 24, 2018, 10:56 AM IST
ઝાડીઓમાંથી મળી યુવકની લાશ, આંખ અને કાન છે ગાયબ
ઝાડીમાંથી મળી આવેલી લાશના આંખ અને કાન ગાયબ છે.

લાશ પર ઝઘરડાના નિશાન મળી આવ્યા, કોઈ પશુઓ હુમલો કર્યો હોવાની આશંકા

  • Share this:
નવી દિલ્હી: રાજધાનીમાં અપરાધની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. અહીં અપરાધીઓમાં પોલીસનો કોઈ ડર જ નજરે નથી પડતો. રોજેરોજ હત્યા, અપહરણ, ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. એક હત્યાનો મામલો પ્રહ્લાદપુર વિસ્તારમાં સામે આવ્યો છે. ઝાડીઓમાં મળેલા એક યુવકની લાશ મળતાં વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે મૃતક યુવકના આંખ અને કાન ગાયબ છે. પોલીસને જાણ થતાં લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી છે.

એનડીટીવીના અહેવાલ મુજબ, દિલ્હીના પુલ પ્રહ્લાદપુર વિસ્તારમાં શુક્રવારે ઝાડીઓમાંથી 24 વર્ષીય એક યુવકની લાશ મળી આવી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પશુઓએ શબના આંખ અને નાક પર ઉઝરડા ભર્યા હોઈ શકે છે. પોલીસને આ શબ વિશે સાંજે ચાડા ચાર વાગ્યેની આસપાસ માહિતી મળી. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ તેના ભાઈએ કરી. તેની ઓળખ સંગમ વિહાર વિસ્તારના રહેવાસી પુનીત તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે તેના માથા પર ઉઝરડાના નિશાન અને ગરદન પર ડાઘ છે. શબના આંખ અને કાન ગાયબ છે.

આ પણ વાંચો, અમદાવાદના પ્રહલાદનગરમાં રેસિડેન્ટ ટાવરમાં આગ, પતિ-પત્નીનાં મોત

પોલીસના જણાવ્યા મુજબ, મૃતક પાસેથી થોડી રોકડ, નાની ચેન એન કેટલાક પેપર્સ મળી આવ્યા છે. પોલીસનું માનવું છે કે શબ પાસેથી મળી આવેલી ફોઇલથી એવું લાગી રહ્યું છે કે મૃતક કેફી પદાર્થનું સેવન કરતો હોઈ શકે છે. તપાસમાં સામે આવ્યું છે કે યુવક નશો કરવા માટે આ પ્રકારની અવાવરુ જગ્યાએ જતો હતો. પુનીત ઘરે-ઘરે જઈને ચેન રિપેરિંગનું કામ કરતો હતો. તેના ભાઈ અને મિત્રોએ કહ્યું કે તે છેલ્લા 3-4 વર્ષથી કેફી પદાર્થોનું સેવન કરતો હતો.
Published by: Mrunal Bhojak
First published: November 24, 2018, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading