ભાડાના મકાનમાંથી BJP MLAની સાળી અને તેના પતિની મળી લાશો, ઘર અંદરથી બંધ હતું

News18 Gujarati
Updated: October 23, 2019, 11:35 PM IST
ભાડાના મકાનમાંથી BJP MLAની સાળી અને તેના પતિની મળી લાશો, ઘર અંદરથી બંધ હતું
પ્રતિકાત્મક તસવીર

પોલીસને શંકા છે કે પહેલા પતિએ પત્નીની ચપ્પા વડે હત્યા કરી હતી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી હશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ દિલ્હીના (delhi)એક વિસ્તારના એક ઘરમાંથી પતિ પત્નીની (husband wife dead body)લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બંનેના શરીર ઉપર ચપ્પુના નિશાન પણ મળી આવ્યા હતા. જોકે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસને (Police) શંકા છે કે પહેલા પતિએ પત્નીની ચપ્પા વડે હત્યા કરી હતી અને પછી પોતે આત્મહત્યા (suicide) કરી લીધી હશે. આ અગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.

પોલીસે બંનેની લાશોને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલી દીધી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બંનેના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. અને બંનેને લગ્નજીવન દરમિયાન પાંચ વર્ષનો પુત્ર પણ છે. પોલીસને મળેલી પ્રાથમિક જાણકારી પ્રમાણે ભાડાના ઘરમાંથી પતિ પત્નીની લોહીથી લથપથ લાશો (Murder Mystery) મળતા જ આ વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ હતી.

આ પણ વાંચોઃ-જીન્સ અને ટૉપ પહેરીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જવું યુવતીને ભારે પડ્યું , થયું 'આવું'

ઘટનાની જાણ થતાં જ પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પતિના પેટલમાં ચપ્પુથી ઘા કરવામાં આવ્યા હતા. જ્યારે પત્નીના ગળા ઉપર ચપ્પુના ઘાના નિશાન મળ્યા હતા.

આ પણ વાંચોઃ-ધનતેરસ પહેલા સોના-ચાંદીના નવા ભાવ આવ્યા, ફટાફટ જાણી લો આજના ભાવ

આ પણ વાંચોઃ-માતાને સ્કૂટર ઉપર 48,100 km તીર્થયાત્રા કરાવી, આનંદ મહિન્દ્રા ગિફ્ટ કરશે કારપ્રાપ્ત માહિતી પ્રમાણે મૃત મહિલા અલીગઢના બીજેપી ધારાસભ્યની (BJP MLA Aligarh) સાળી અને પોલીસ આખા ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ દરેક દિશામાં તપાસ (Police Investigation) કરી રહી છે. પોલીસે આજુબાજુના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી (CCTV) ફૂટેજ પણ તપાસી રહી છે. જોકે, આ ઘટનામાં આગળની તપાસ માટે પોલીસને પૉસ્ટમોર્ટના રીપોર્ટની પ્રતિક્ષા થઇ રહી છે.
First published: October 23, 2019, 11:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading