Home /News /crime /ડેન્ટિસ્ટ પતિની હેવાનિયત! લગ્નના ચાર વર્ષ બાદ પતિએ પોત પ્રકાશ્યું, દેહજ ન મળતાં પત્નીને આપ્યું દર્દનાક મોત

ડેન્ટિસ્ટ પતિની હેવાનિયત! લગ્નના ચાર વર્ષ બાદ પતિએ પોત પ્રકાશ્યું, દેહજ ન મળતાં પત્નીને આપ્યું દર્દનાક મોત

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Crime news: ધીરેન્દ્ર દરરોજ પોતાની પત્ની પાસે દહેજ માટે ત્રાસ આપતો હતો. તે પોતાની ક્લિનિકને વધારે આગળ વધારવા માંગતો હતો. ધીરેન્દ્ર પોતાની પત્નીને પીયરમાંથી 15 લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરતો હતો.

નાલંદાઃ બિહારના (Bihar) નાલંદામાં (Nalanda) એક ડેન્ટિસ્ટ પતિએ પોતાની પત્નીને લોખંડના સળિયાથી માર મારીને હત્યા (husband killed wife) કરી હતી. હત્યાનું કારણ 15 લાખ રૂપિયા માનવામાં આવી રહ્યું છે જે ડેન્ટિસ્ટ પતિએ (dentist husband ) પોતાની પત્નીને પીયરમાંથી લાવવાની જીદ પકડી હતી. આ ઘટના લહેર પોલીસ સ્ટેશન વિસ્તારની શિવપુરી મહોલ્લાની છે. જ્યાં એક મહિલાની લાશ ગુરુવારે શંકાસ્પદ હાલતમાં મળી હતી. મૃતક મહિલાની ઓળક સુમનના રૂપમાં થઈ હતી. સુમનના પરિજનોએ ડેન્ટિસ્ટ પતિ ઉપર હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે પતિની ધરપકડ (police arrested husband) કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

શું છે આખી ઘટના?
ધીરેન્દ્ર કુમારની પત્ની સુમન કુમારી શિવપુરી મોહલ્લામાં એક ભાડાના મકાનમાં રહેતી હતી. માનવામાં આવી રહ્યું છે કે ધીરેન્દ્ર દરરોજ પોતાની પત્ની પાસે દહેજ માટે ત્રાસ આપતો હતો. તે પોતાની ક્લિનિકને વધારે આગળ વધારવા માંગતો હતો. ધીરેન્દ્ર પોતાની પત્નીને પીયરમાંથી 15 લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરતો હતો.

ત્યારબાદ ધીરેન્દ્ર દરરોજ પોતાની પત્ની સાથે મારપીટ કરતો હતો. ઘટનાના સંબંધમાં બનેવીને કહ્યું હતું કે સુનની હત્યા તેના પતિએ જ કરી છે. જ્યારે ધીરેન્દ્રનું કહેવું છે કે તેની પત્નીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ આ પાસા અંગે તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

આ પણ વાંચોઃ-ગીર સોમનાથઃ આલિદરનાઅઢી માસના વિવાનને દુર્લભ બીમારી, રૂ.16 કરોડના ઇન્જેક્શનની જરૂર, માતા-પિતાએ મદદ માટે હાથ ફેલાવ્યા

2017માં થયા હતા બંનેના લગ્ન
સુમનના પિતા મહેશ પ્રસાદના જણાવ્યા પ્રમાણે 2017માં સુમનના લગ્ન ધીરેન્દ્ર સાથે થયા હતા. લગ્નના સમયે દહેજની મોટી રકમ અને બહુ બધો સામાન આવ્યો હતો. પિતાનું કહેવું છે કે અનેક વખત સુમને પોતાના પરિવારને દુઃખ સાથે મારપીટ અને અભદ્ર વ્યવહાર અંગે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

દર છ મહિનામાં ભાડાનું મકાન બદલી દેતો હતો ધીરેન્દ્ર
પિતાનું કહેવું છે કે ધીરેન્દ્ર છાસવારે પુત્રીને ત્રાસ આપતો હતો. દર છ મહિને તે પોતાનું ભાડાનું મકાન બદલી દેતો હતો. આ ઉપરાંત ધીરેન્દ્રનું કોઈ અન્ય સ્ત્રી સાથે લફરું હોવાની વાત પણ જણાવી હતી. તેમનું કહેવું છે કે ગત રાત્રે તેના ભાઈ સાથે તેણે લોખંડના સળિયા વડે મારીને પુત્રીની હત્યા કરી દીધી હતી.
" isDesktop="true" id="1108434" >પોલીસે શું કહ્યું?
સદર DSP ડો. શિબ્લી નોમાનીના જણાવ્યા પ્રમાણે સુમના પરિવારે પતિ ઉપર હત્યાનો આરોપ લગાવ્યો છે. જ્યારે ડેંન્ટીસ્ટે ધીરેન્દ્રને ખુદ ફાંસી લગાવવાની વાત ગણાવી છે. અત્યારે પોલીસે પતિને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે. પોસ્ટમોર્ટમ માટે મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે. હત્યા કેવી રીતે થઈ તેની તપાસ ચાલી રહી છે.
First published:

Tags: Domestice violance, Dowry case, Husband killed wife, ગુનો, બિહાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો