Home /News /crime /બેવફા પત્નીનો ફૂટ્યો ભાંડો! પતિએ કરાવી લીધી હતી નસબંધી, આમ છતાં પત્ની થઈ ગર્ભવતી, પતિએ કરી પત્નીની નિર્મમ હત્યા

બેવફા પત્નીનો ફૂટ્યો ભાંડો! પતિએ કરાવી લીધી હતી નસબંધી, આમ છતાં પત્ની થઈ ગર્ભવતી, પતિએ કરી પત્નીની નિર્મમ હત્યા

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Bihar News: પહેલી પત્નીના મોત બાદ પતિએ બીજા લગ્ન કર્યા હતા. જોકે, પહેલી પત્નીથી યુવકને બાળકો હતો એટલે તેણે નસબંધી કરાવી લીધી હતી. જોકે થોડા દિવસ બાદ પત્ની ગર્ભવતી થઈ ગઈ હતી. આ જાણીને પતિ અંદરો અંદેર ગુંગળાતો હતો.

બક્સરઃ પતિ પત્ની અને વોના (Pati, patni aur woh) કિસ્સાઓ સામાન્ય રીતે બનતા રહે છે. અને અનેક કિસ્સોમાં પતિ કે પત્નીનો ભાંડો પણ ફૂટતો રહે છે. જોકે બિહારમાં (bihar) એક ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પહેલી પત્નીના મોત બાદ પતિએ બીજા લગ્ન કર્યા હતા. જોકે, પહેલી પત્નીથી યુવકને બાળકો હતો એટલે તેણે નસબંધી (Vasectomy) કરાવી લીધી હતી. જોકે થોડા દિવસ બાદ પત્ની ગર્ભવતી (wife pregnant) થઈ ગઈ હતી. આ જાણીને પતિ અંદરો અંદેર ગુંગળાતો હતો.

પતિના આ બીજા લગ્ન હતા અને પત્નીના પણ તેની સાથે બીજા લગ્ન હતા. થોડા દિવસ બાદ પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. નસબંધીના પગલે યુવક પત્ની ઉપર બેવફાઈની શંકા રાખીને એક દિવસ તેણે પત્નીને રસ્તામાંથી હટાવવાનું નક્કી કરી લીધું હતું. પતિએ પોતાની પત્નીને બેરહેમીથી હત્યા કરી દીધી હતી. આ આખો કિસ્સો ચર્ચાનો વિષય બની ગયો છે.

આ ઘટના બિહાર રાજ્યના બક્સ જિલ્લાના હરપુરા જયપુર પંચાયતના ગોપાલપુર ગામનો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 35 વર્ષીય મૃતક મહિલા ઉષા દેવી વૃજનન્દન યાદની બીજી પત્ની હતી. જેના લગ્ન બે વર્ષ પહેલી પત્નીના મોત બાદ થયા હતા.

આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

આ પણ વાંચોઃ-લગ્નમાં મૂકાયા નોટોનાં બંડલો અને દાગીનાના ઢગલાનું પ્રદર્શન, લોકોની પહોંળી થઈ ગઈ આંખો, video viral

બીજી તરફ મૃતક મહિલાના પણ આ બીજા લગ્ન હતા. પહેલી પત્નીથી વૃજનન્દન યાદવને 2 પુત્રીઓ અને 1 પુત્ર હતો. બીજી પત્નીથી પણ બે મહિનાની દૂધપીતી બાળકી છે. દૂધપીતી બાળકી આ ઘટનાનું કારણ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

પહેલી પત્નીથી બાળકો પેદા થયા બાદ બૃજનન્દન યાદવે નસબંધી કરાવી દીધી હતી. જેના કારણે તે બાળક પેદા કરવામાં સક્ષમ ન્હોતો. પતિએ નસબંધી કરી હોવા છતાં પણ બીજી પત્ની ગર્ભવતી બન્યા બાદ પુત્રીને જન્મ આપ્યો હતો. જે મહિલાના મોતનું કારણ બની ગઈ હતી.
" isDesktop="true" id="1110536" >



પત્ની બેવફા હોવાના કારણે પતિએ તેની નિર્મમ હત્યા કરી દીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પતિની ધરપકડ કરી હતી.
First published:

Tags: Bihar News, Pati patni aur woh

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો