ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રે પુરુષો આવતા હતા, વોર્ડન કરાવતી આવું કામ

News18 Gujarati
Updated: July 8, 2019, 3:18 PM IST
ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રે પુરુષો આવતા હતા, વોર્ડન કરાવતી આવું કામ
પ્રતિકાત્મક તસવીર

છાત્રાઓએ આક્ષેપ લગાવ્યો કે હોસ્ટેલની વોર્ડન ગીતા તેની પાસે અંગત કામો અને બોડી મસાજ પણ કરાવતી હતી.

  • Share this:
બિહારના ભોજપુર ખાતે આવેલી કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બે છાત્રાઓએ વોર્ડન પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. છાત્રાઓનો આક્ષેપ છે કે ગર્લ્સ હોસ્ટલમાં રાત્રે પુરુષો આવતા હતા. બંનેએ વોર્ડન પર મસાજ કરાવવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. આરોપ બાદ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે આ ઘટનાની તપાસ માટે પાંચ લોકોની સમિતિ બનાવી છે.

છાત્રાઓના કહેવા પ્રમાણે હોસ્ટેલની વોર્ડન ગીતા તેમની પાસે અંગત કામો કરાવતી હતી અને બોડી મસાજ પણ કરાવતી હતી. છાત્રાઓએ આક્ષેપ લગાવ્યો કે રાત્રે સ્થાનિક નેતાઓ પણ હોસ્ટેલમાં આવતા હતા.

છાત્રાઓ હોસ્ટેલ છોડીને ભાગી

આરોપ લગાવનાર બંને છાત્રાઓ બુધવારે રાત્રે હોસ્ટેલમાંથી ભાગી ગઈ હતી. જોકે, સરૈયા ગામના લાકોએ બંનેને પકડીને પોલીસના હવાલે કરી દીધી હતી. જિલ્લા તંત્રનું કહેવું છે કે આ ઘટના બાદ 80 જેટલા વાલીઓ તેમની દીકરીઓને હોસ્ટેલમાંથી પરત ઘરે લઈ ગયા છે.

વોર્ડન સામે કેસ દાખલ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં બે છોકરીઓ અને બે મહિલાઓને ગેરકાયદે રીતે હોસ્ટેલમાં લઈ જવાની વાત કરી છે. બંનેએ વિઝિટર બૂકમાં નોંધણી કરી ન હતી. પોલીસે વોર્ડન ગીતા, ગાર્ડ મોહમ્મદ સદ્દાન અને વોર્ડનની બે મહિલા સંબંધી સામે કેસ દાખલ કર્યો છે. બિહારના મહિલા આયોગે આ અંગે રિપોર્ટ માંગ્યો છે.ઉલ્લેખનીય છે કે બિહારના મુજફ્ફરપુર આશ્રય ગૃહ યૌન શોષણ કેસે દેશભરમાં ખૂબ ચર્ચા જગાવી હતી. આ કેસમાં બાલિકાગૃહની 34 બાળકીઓને યૌન શોષણનો શિકાર બનાવવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપીઓએ બાલિકાગૃહની 11 જેટલી બાળકીઓની હત્યા કરી નાખી હોવાનો પણ સીબીઆઈએ ખુલાસો કર્યો હતો.
First published: July 8, 2019
વધુ વાંચો
अगली ख़बर